Back

નવા 7 પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 5 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા

વિશાલ બગડીયા અમદાવાદ 


ગાંધીનગર. રાજ્યમાં આજે બપોર બાદ વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાંપાંચ અને ભાવનગરના હોટસ્પોટ સાંઢીયાવાડમાંબે અને અમદાવાદમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આમઆજે કુલ 13નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જરાજ્યમાં કોરોનાના કુલ 188કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16ના મોત થઈ ગયા છે.જ્યારે નવા પાંચ કેસ સાથે વડોદારમાં કુલ 18 અને ભાવનગરમાં બે નવા કેસ સાથે કુલ 18 પોઝિટિવ કેસ થયા છે. તેમજ અમદાવાદમાં અત્યાર સુધીના 85 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે 7:30 વાગ્યે આપેલી માહિતીમાં અમદાવાદના બે પોઝિટિવ કેસનો ઉલ્લેખ નથી. પરંતુ SVP હોસ્પિટલે રીલિઝ કરેલાહેલ્થ બુલેટિનમાં અમદાવાદનાબે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

પાંચ નાગરિકો લોકલ પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની વિગતો આપતા કહ્યું કે, આજના7 પોઝિટિવ કેસમાંથી તમામ કેસ નક્કી કરાયેલા હોટસ્પોટમાં જ નોંધાયા છે. તેમાં પણ પાંચ નાગરિકો લોકલ પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે.


કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા

નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા 127 લોકોની ઓળખ થઇ ગઇ છે. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.રાજ્યમાં પોલીસ લોકડાઉનના પાલન માટે કટિબદ્ધ છે. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે, પરંતુ હજી ઘણા લોકો છે જે નિયમ પાળતા નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારો સીલ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગ કરાયું છે, કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીના હોદ્દેદારો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. દુકાનો પણ આવતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..