Back

કોરોના વાઇરસના અંધકારને દૂર કરવા પોરબંદર જિલ્લાવાસીઓએ દિવડા પ્રગટાવી પ્રકાશની શક્તિનો સામૂહિક પરીચય કરાવ્યો

  પોરબંદર

તારીખ ૦૫/૦૪૨૦૨૦

                      વિશ્વમાં જ્યારે હાલ નોવેલ કોરોના વાઇરસ ( Covid -19 )ને જ્યારે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉનના ૧૨ મા દિવસે નોવેલ કોરોના વાઇરસ  ના અંધકારને દૂર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને માન આપીને પોરબંદર જિલ્લાવાસીઓએ તા.૫ એપ્રિલના રોજ રાત્રે ૯ વાગ્યાથી ૯ મીનીટ સુધી પોતાના ઘરોની લાઇટ બંધ કરીને દરવાજા પર તથા ગેલેરી પર ઉભા રહીને દિવડા, મીણબત્તી પ્રગટાવવાની સાથે સાથે યુવાનોએ મોબાઇલની ફ્લેસ લાઇટો પણ  ચાલુ કરીને ભારતની એકતાની પ્રકાશનો પરીચય કરાવ્યો હતો.

        પોરબંદરના શહેર તથા આજુબાજુના વિસ્તારો જેવા કે છાંયા, કુતિયાણા, રાણાવાવ તથા  માધવપુર, સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકોએ પોત પોતાના ઘરોની લાઇટો નવ મીનીટ બંધ રાખીને નોવેલ કોરોના વાઇરસના  અંધકારને દૂર કરવા પોતાના ઘરની અગાસી પર ઉભા રહીને દિવડા પ્રગટાવી પ્રકાશની શક્તિનો પરીચય કરાવ્યો હતો.અને સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત ના સૂત્રઅને એક દિયા દેશ કે નામ  ને પણ સાર્થક કર્યું છે. અને  જિલ્લાતંત્ર દ્રારા કરાયેલ અનુરોધ ને લોકોએ માન આપી નવ મીનીટ લાઇટો બંધ કરી દિવડા, મીણબત્તી પ્રગટાવી એ દરમ્યાન લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. અને આખી દુનિયાને એક સંદેશો ભારતે આપ્યો છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય અમે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સાથે છે. 

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..