Back

જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બીલીમોરા તરફથી ૨૫૦ જેટલા લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્યું

હાલમાં કોરોના વાયરસ ની મહામારીને અનુલક્ષીને જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બીલીમોરા દ્વારા તાજેતરમાં અઢીસો જેટલા લાભાર્થીઓને અનાજ સહાય આપવામાં આવી હતી ૨૫૦ કીટ બનાવવા માટે જલારામ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ ગોળવાળા મંત્રી શ્રી ભગવતીપ્રસાદ .જી. દાસ ખજાનચી શ્રી મગનભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ પટેલ તથા મેનેજર શ્રી રમણભાઈ ચૌહાણે ભારે જહેમત ઊઠાવી હતી ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી જલારામ બાપાના મંત્રને સાર્થક કરવા હર પળે સેવા આપતી આ સંસ્થા છે જેમાં જલારામ ભક્તો દ્વારા સહકાર મળતો રહ્યો છે જલારામ ટ્રસ્ટ દાનવીરો નો જાહેરમાં આભાર માને છે જલારામ બાપા ના આશીર્વાદ સાથે એક સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો કે કોરોનાવાયરસ ને નાબૂદ કરીને જ રહીશું તેમજ આ માનવતાના કાર્યને પત્રકાર શ્રી હેમલભાઈ પટેલે પણ બિરદાવ્યું હતું

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..