Back

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાના નાગરિકોએ પોતાના ઘરોને દિપ જ્યોતથી પ્રકાશમય બનાવ્યા : જુઓ તસવીરો

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાના નાગરિકોએ પોતાના ઘરોને દિપ જ્યોતથી પ્રકાશમય બનાવ્યા : જુઓ તસવીરો

રાજપીપલા : જુનેદ ખત્રી

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કોરોના સંક્રમણના અંધકારથી જનતા જનાર્દનની સંકલ્પ શક્તિ સાથે ઉજાસ તરફના પ્રયાણ માટે દેશવાસીઓને આજે તા. 5 મી એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યે 9 મિનિટ માટે દિપ પ્રગટાવી, મીણબતી પ્રજજ્વલિત કરીને અથવા મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરીને સંકલ્પબધ્ધ થવા કરેલા આ્હવાનને ઝીલી લઈને રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાના નાગરિકો તેમાં જોડાયા હતા. શહેર -જિલ્લાના પ્રજાજનોએ તેમના ઘરોને દિપજ્યોતથી પ્રકાશમય બનાવ્યા હતાં. કોરોના વાયરસ સામે નાગરિકોએ રક્ષણ મેળવવા પ્રકાશ પર્વની સાથે માનવ-સમુહના આરોગ્ય માટે પ્રાર્થના પણ કરાઈ હતી

પરંતુ સાથેજ કેટલાક લોકોએ ફટાકડા પણ ફોડ્યા હતા અને માનનીય વડાપ્રધાન ની અપીલ બાદ પણ પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કર્યું હતું

પરંતુ સમગ્ર નર્મદા જિલ્લા વાસીઓએ દીપ પ્રગટાવી ઘરો ને અને સમગ્ર રાજપીપલા અને નર્મદા જિલ્લાને પ્રકાશમય બનાવ્યું હતું

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..