Back

ગણદેવી બજરંગદળના કાર્યકરો દ્વારા પોલીસ સેવકો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી

ગણદેવી નગરપાલિકાના હદ વિસ્તારમાં પોતાની ફરજ બજાવતા ગણદેવી પોલીસના જવાનોને જે હાલમાં કોરોનાવાયરસ ની મહામારીને રોકવામાં ભારતમાં સંપૂર્ણ lockdown છે ત્યાં સુધી જે સઘન ચેકિંગ રાત દિવસ ખડેપગે કરવામાં આવી રહ્યું છે તો આપણા સૌની પણ ફરજ બને છે કે એમને પણ થોડી સેવા આપીએ તે હેતુથી ગણદેવી બજરંગ દળના કાર્યકર્તાઓ તરફથી સેવા આપવામાં આવે છે જેમાં રોજે રોજ ના અલગ-અલગ નાસ્તા આપવામાં આવે છે ગરમાગરમ ચા મેથીના-થેપલા નો નાસ્તો ઠંડા પાણીની બોટલ આપવામાં આવે છે જેમાં આજરોજ ના દાતાશ્રીઓ ચિરાગભાઈ કંસારા દ્વારા બનાવવાની વ્યવસ્થા ચીલી સ્પાઈસ રેસ્ટોરન્ટ ગણદેવી ગરમાગરમ ચા અમિતભાઈ પટેલ વણ સાગર વાળા ઠંડા પાણીની બોટલ મિતેશ કંસારા કંસાર વાડ મેથીના થેપલા ચિરાગભાઈ કંસારા ઉગમણ street તથા વિતરણની વ્યવસ્થા માટે ઈકોગાડી મિતેશ ભાઈ કંસારા તરફથી કરવામાં આવી હતી ગણદેવી બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગણદેવી નગર બ્રહ્મદેવ ચેકપોસ્ટ મળીને કુલ 38 પોલીસ મિત્રોને સેવા આપવામાં આવી હતી આ માનવતાના કાર્યને પ્રજાજનોએ તેમજ પત્રકાર મિત્ર શ્રી હેમલ પટેલે પણ બિરદાવ્યું હતું

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..