Back

હાલોલ:-પીએમ મોદીની અપીલને વધાવતા હાલોલવાસીઓ,સમગ્ર નગર દિવડાઓથી ઝળહળી ઉઠ્યુ.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર.કાદિરદાઢી



કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ભારત સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. સંક્રમણ ન થાય તે માટે આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ, ઉદ્યોગો-વ્યાપારી સંસ્થાનો બંધ રાખવામાં આવ્યા છે. કોરોના સામેની લડાઈ નિર્ણાયક મોડ પર છે ત્યારે હાલ પૂરતા ઘરોમાં એકલા રહેલા ભારતીયો આ લડાઈમાં એક સાથે છે અને હિંમત હાર્યા નથી તેવો સંદેશો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનીટ માટે પોતાની બાલ્કની કે ધાબા પર આવી રોશની કરવાની અપીલ કરવામાં આવી હતી.

   જેમાં આજરોજ હાલોલ નગરમાં રાત્રે ૯વાગે અને ૯ મિનિટ પર નગરના તમામ સોસાયટી,મહોલ્લા,શેરીઓ તેમજ પોતાના ઘર અને બાલ્કની મા દિવ, મીણબત્તી પ્રગટાવી તેમજ મોબાઈલ ટોર્ચ વગેરે ચાલુ કરી સોસિયલ ડિસ્ટન્સ જાળવી પોતપોતાના ઘરની બાલ્કનીમાં જોવા મળ્યા હતા એન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનનું પાલન કર્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..