Back

પાલનપૂરના ડૉ.નીલેશ.એ.પટેલ દ્વારા માનવતા અને દેશપ્રેમ ની ભાવના દાખવી હોસ્પિટલ નું સંપૂર્ણ બીલ માફ કરાયુ.....

બનાસકાંઠાના વડગામ તાલુકાના વતની અને ભુજ એસ.આર.પી માં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ રોનક પરમાર ને ત્યાં તારીખ 1-4-2020 ના દિવસે તેમની પત્નીને અધુરા માસ માં બેબી નો જન્મ થયેલો પરંતુ રોનક પરમાર ને લોકડાઉન ની પરીસ્થિતી માં અમદાવાદ જમાલપુર વિસ્તારમાં બંદોબસ્ત માં હોય અને તેઓ અહીં આવી શક્યા ના હોય અને પ્રથમ તેમની ફરજ પછી પરિવાર એવી પ્રાથમિકતા દાખવેલ હોય જેનો અહેવાલ જુદા જુદા ન્યૂઝ પેપર તથા ચેનલો પર પ્રસારીત થતા પાલનપુર ના આર્યા ચિલ્ડ્રન હોસ્પિટલ ના તબીબ ડો.નિલેશ.એ.પટેલ.જેઓ એ સંવેદના અને માનવતા દાખવી લોક સેવામાં રોકાયેલ આવા જવાન ના વહારે આવી પોતાની હોસ્પિટલ માં થયેલ 20000 જેટલો ખર્ચે અને બીલ માફ કરી જવાન ના પરીવાર ના વહારે આવ્યા હતા.છેલ્લા પાંચ દિવસ થી આ જવાન ની બેબી આર્યા હોસ્પિટલમાં દાખલ હતી. હોસ્પિટલ નું બીલ માફ કરી ડોક્ટર નિલેશ પટેલ દ્વારા દેશભક્તિ નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું તથા લોકોને પણ આવા દેશની સેવા કરતા જવાનો ની વહારે આવવા આહવાન કર્યું હતું.....અને લોકોને ઘરમાં રહી સાચી દેશભાવના દાખવવા માટે વિનંતી કરી હતી.


વાત્સલ્ય ન્યૂઝ

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..