Back

સાપુતારા નોટીફાઈડ એરિયા ઈજારદાર દ્વારા ચાર ગામોના લોકોને અનાજ કીટ વિતરણ.

વઘઈ તા.૦૫ઃ કોરોના વાઇરસના કારણે સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતા ડાંગના સાપુતારા તળેટીના ૪ જેટલા ગામોમાં નોટીફાઈડ એરિયા ના ઈજારદાર દ્વારા આજરોજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો સોનુનિયા ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઈજારદાર શ્રી અર્જુનભાઇ કે.ગવળીએ જણાવ્યું હતું કે ગિરિમથક સાપુતારા તળેટીની આજુબાજુના વિસ્તાર ધરાવતા ગામો કે જ્યાંથી લોકો સાપુતારા ખાતે મજૂરી,કામધંધો કે ખેતી પર નિર્ભર છે. હાલમાં લોકોને પડતી મુશ્કેલીઓને દુર કરવા માટે આજે આજે આ ગરીબ લોકો માટે અનાજની કીટ વિતરણ કરવામાં આવી છે. જેમાં સોનુનિયા-૫૨,ગોટિયામાળ-૫૦,બરમ્યાવડ-૪૮ અને ગુંદિયા ગામમાં ૨૫ કીટ આપવામાં આવી છે.

લોકોને અપાતી આ કીટમાં ૫ કિ.ગ્રા.ચોખા,૧ કિ.ગ્રા. તુવરદાળ,તેલ 1 કિ.ગ્રા.,ડુંગળી-બટાકા-૧-૧ કિ.ગ્રા. અને 1 કિ.ગ્રા. ખાંડ આપવામાં આવી હતી.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..