Back

હાલોલ પોલીસે પાન પડીકી ગુટખાની દુકાન પર છાપો માર્યો,એક વેપારી વિરુધ્ધ ફરિયાદ

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


   સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ પ્રસરવાની સાથે કેન્દ્ર સરકારે લોકડાઉનની જાહેરાત કરતા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના વેચાણ સિવાય તમામ ધંધા રોજગાર પર તાળા લાગી ગયા છે.

    ત્યારે હાલોલ નગરમાં આજરોજ હાલોલ પોલીસે સતત ચોથા દિવસે પણ લોકડાઉન દરમ્યાન પ્રતિબંધિત પાન પડીકી ગુટકાનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરી હતી અને હાલોલ પાવાગઢ રોડ ખાતે આવેલ મહેશ્વરી ટ્રેડર્સ માં છાપો મારી પાન પડીકી ગુટકાનો 11,175/- નો જથ્થો ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

 પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈ સમગ્ર દેશમાં લોક ડાઉન ચાલી રહ્યું છે જેમાં વધુ ભીડ એકત્રિત કરતા પાન મસાલા ગુટકા  બીડી સિગારેટના કેબીનો  દુકાનો સહિતના ધંધાઓ પર રોક લગાવી દેવાઈ છે જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આવા ધંધાઓ બંધ રાખવા આદેશ કરાયો છે તેવા સંજોગોમાં કેટલાક લાલચુ વેપારી તત્વો દ્વારા દુકાનો કેબીનો ખોલી સરેઆમ જાહેરનામાનો ભંગ કરતા હોવાની જાણ પોલીસ તંત્ર તેમજ મામલતદાર ને થતા છેલ્લા ચાર દિવસથી આવા તત્વો સામે પોલીસ તંત્રે કડક હાથે કામ લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે જેમાં સતત ચોથા દિવસે પણ હાલોલ પોલીસે પાવાગઢ રોડ બોમ્બે હાઉસની સામે આવેલ મહેશ્વરી ટ્રેડર્સ નામની અનાજ  કરીયાણાની   દુકાનમાં અનાજ કરીયાણા ઓથ હેઠળ પાન પડીકી ગુટકા બીડી સિગારેટનો ધંધો કરતો હોવાની જાણ થતાં પોલિસે છાપો મારી દુકાન માલીક વસંત પરશુરામ મહેશ્વરી ને પાન પડીકી ગુટકા અને બીડી સિગારેટ વહેંચતા રંગે હાથે ઝડપી પાડી પંચમહાલ જિલ્લા કલેકટરના જાહેરનામા નો ભંગ કરવા બદલ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..