Back

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કોરોના આપાતકાલીન સમિતીની રચના કરાઈ

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી શ્રી રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ (રજી નં- E ૭૧૩) સંચાલીત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહીની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ સાંજે પ્રસાદ , દરગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓ ની સેવા, અસ્થિ વિસર્જન સેવા, ફ્રિઝ શબ પેટી, કુદરતી આફત સમય ની સેવા,મેડીકલ સાધનો ની સેવા સહીત ની વિવિધ સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવા મા આવે છે પરંતુ મોરબી જલારામ મંદિર ના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા ક્યારેય પણ પહોંચ બુક લઈ ને ફાળો કરવા નિકળેલ નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો પૂ.બાપા ની પ્રેરણા થી મંદીર ના આગોવાનો નો સંપર્ક કરી પોતાનુ યોગદાન આપે છે તેમાંથી સેવાકીય પ્રવૃતિઓ ની જ્યોત અખંડ રાખવા મા આવે છે. પ્રવર્તમાન સમયે પણ કોરોના ના લોકડાઉન ના પગલે મોરબી જલારામ મંદિર દ્વારા શહેર ના વિવિધ પછાત  વિસ્તારો મા ભોજન પ્રસાદ વિતરણ કરવા મા આવે છે.જ્યા સુધી લોકડાઉન ની પરિસ્થિતી રહેશે ત્યાં સુધી  વ્યવસ્થા માટે કોરોના આપાતકાલીન સમિતી ની રચના કરવા મા આવેલ છે. જે નીચે મુજબ છે.


મોરબી જલારામ પ્રાર્થના મંદિર આપાતકાલીન સમિતી


૧.ગીરીશ ભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮

૨. હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫

૩. ચંદ્રવદન ભાઈ પુજારા-૯૮૨૫૨૩૩૮૯૮

૪.ભગવાનજીભાઈ પટેલ (GK hotel)-૯૯૦૯૧૭૩૮૩૩

૫. કીશોર ભાઈ ચંડીભમર-૯૮૨૫૨૨૨૯૨૫

૬. જયેશભાઈ કંસારા-૯૮૭૯૦૧૦૪૬૦

૭. કે.પી. ભાગીયા- ૯૯૨૫૯૯૬૭૮૫

૮. રાજુભાઈ કાવર- ૯૮૭૯૨૩૧૧૦૫

૯. ટીના ભાઈ પટેલ- ૭૯૯૦૦૮૧૨૩૬

૧૦. છત્રસિંહજી જાડેજા- ૯૮૨૫૨૧૩૨૬૬

૧૧. નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮


     જે કોઈ જલારામ ભક્તો સેવાકાર્ય મા પ્રત્યક્ષ કે પરોક્ષ સહભાગી થવા ઈચ્છુક હોય તેમણે સમિતી ના સભ્યો નો સંપર્ક કરવો.તેમ શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખશ્રી નિર્મિતભાઇ કક્કડની યાદીમાં જણાવાયું હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..