Back

મુસ્તુફા સુમરા અને મુસ્તાક સોઢા દ્વારા ખંભાળિયા માં લોકડાઉનને પગલે લાઈટબીલ સંપૂર્ણપણે માફ કરવા કલેકટરને રજૂઆત.


સમગ્ર દેશમાં લોકડાઉનને લઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે ત્યારે આવા કપરા સમયમાં લોકોના હિતને ધ્યાનમાં લઈ ખંભાળિયાના પત્રકાર મુસ્તાક સોઢા અને મુસ્તુફા સુમરાએ ક્લેક્ટર સહિત પીજીવીસીએલ ના અધિકારી અને સાંસદ  સભ્ય પૂનમબેન માડમ ને રજૂઆત કરવામાં આવી છે . લાઈટબિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. તેમજ રજૂઆતમાં જણાવાયું છે કે , સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ છે . તેમજ સરકાર દ્વારા ઘણા બધા લોકોના હિતમાં ઘણા રાહત પેકેજો જાહેર કરેલ છે . તો આ લોકડાઉનના કારણે લોકોના ધંધા - રોજગાર બંધ છે . તેના કારણે ગરીબ અને મધ્યમ લોકોને તેનું ઘર ચલાવવામાં મુશ્કેલી પડે છે . તો ધંધા - રોજગાર બંદના કારણે ઘર વપરાશ તેમજ ખેડૂતોને ખેતીમાં લાઈટ ( વીજ ) બીલ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તો તેને ઘર ચલાવવામાં રાહત મળશે . તો આ રજુઆત  લોકહિતને ધ્યાને લઈ લાઈટ ( વીજ ) બીલ સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવે તેવી માંગ છે .