Back

લોકડાઉન : રાજપીપલાના સેવાભાવી મુસ્લિમો દ્વારા અનાજ- શાકભાજી -ફ્રુટ કિટનું વિતરણ

લોકડાઉન : રાજપીપલાના સેવાભાવી મુસ્લિમો દ્વારા અનાજ- શાકભાજી -ફ્રુટ કિટનું વિતરણ

રાજપીપલા : જુનેદ ખત્રી

હાલ કોરોના મહામારી ના કારણે લોકડાઉન માં ગરીબોની હાલત ફફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગ ને ભોજન તેમજ અનાજ પાણી નું વિતરણ કરાયું છે ત્યારે રાજપીપલા માં પણ ઘણા બધા સેવાભાવી ગ્રુપ ગરીબો ને વ્હારે આવ્યા છે

રાજપીપલા ના મુસ્લિમ યુવાઓ દ્વારા લોકડાઉન ના અનુસંધાને ગરીબો માટે શાકભાજી, ફ્રુટ ,અનાજ ની લગભગ 500 થી વધુ કિટનું વિતરણ કરાઇ રહ્યુ છે

સેવાભાવી યુવાનો જણાવે છે કે જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી બીજાજ દિવસથી અમે ગરીબ જરૂરિયાત મંદો માટે અનાજ, ફ્રુટ તેમજ શાકભાજી ની કીટ નું વિતરણ શરૂ કર્યું છે આજસુધી 500 થી વધુ કીટ વિતરણ કરાયું છે ઉપરાંત સસ્તા અનાજ ની દુકાનો બેંકો વિગેરે જ્યાં લોકો વધુ શંખયામાં હોય છે ત્યાં પાણી નું વિતરણ પણ કર્યું છે અને જ્યાંસુધી લોકડાઉન રહેશે ત્યાંસુધી આ સેવા ચાલુ રાખીશું તેમ જણાવ્યું હતું

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..