Back

રાજુલા નાં ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોમાં ફૂડ વિતરણ કરવામાં આવ્યું..

ન્યુજ

અમરેલી

રાજુલા નાં ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોમાં ફૂડ વિતરણ કરવામાં આવ્યું..

 _ધ ભજનાનંદી ફાઉન્ડેશન અને ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવ્યું આયોજન...


      કોરોના વાઈરસ નાં સંક્રમણને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રોજનું લાવી રોજ ખાતા પરિવારોની સ્થિતિ દયનીય બની છે ગામની બહાર રોજીરોટી કમાવવા માટે આવેલા પરિવારોની પણ રોજીરોટી બંધ થતાં તેમનો ચૂલો સળગાવો પણ આ પરિસ્થિતિ માં મુશ્કેલ બન્યું છે ત્યારે આવાં જરૂરીયાતમંદ લોકોનાં વ્હારે સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો આવ્યા છે ત્યારે રાજુલા તાલુકાના કુંડલિયાળા તથા વડલી ગામમાં જરૂરીયાતમંદ લોકો માટે ધ ભજનાનંદી ફાઉન્ડેશન અને શીતલબેન ગઢવી (ઓસ્ટ્રેલિયા)નાં આર્થિક સહયોગ થી જરૂરીયાતમંદ લોકો માટે ભોજન તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્ય માં કુંડલિયાળા નાં સરપંચ ગાંગાભાઈ હડિયા, વડલી નાં સરપંચ મગનભાઈ હડિયા, યુવા આગેવાન અજય શિયાળ, રાજુલા તા.પં. સા. ન્યાય સમિતિના ચેરમેન કાળુભાઇ બારૈયા, હર્ષદ હડિયા, જગુભાઈ વાગડીયા સહિતના યુવાનો દ્વારા આ માનવતા નું કાર્ય કરવા માં આવી રહ્યું છે...શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..