Back

બાબરા તાલુકા મા વસવાટ કરતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના જરૂરિયાત મંદ ઘરમાં કીટ નું વિતરણ કરતા શ્રી નરેન્દ્રબાપુ સોલંકી.

બાબરા તાલુકા મા વસવાટ કરતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના જરૂરિયાત મંદ ઘરમાં કીટ નું વિતરણ કરતા શ્રી નરેન્દ્રબાપુ સોલંકી.


(કિટ રુપે રુ.૧ હજાર રોકડ ની સહાર કરતા નરેન્દ્રબાપુ)


બાબરા.

         દેશ સહિત સમગ્ર વિશ્વ મા કોરોના વાયરસ નો હાહાકાર છે ત્યારે ગુજરાત સરકાર પણ ખુબ ચિંતિત છે. ત્યારે કોરોના મહામારી નાં લોકડાઉન ના કારણે સમસ્ત શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ નાં ગુજરાત નાં તમામ ગ્રામ્ય અને શહેરમાં વસવાટ કરતા અને ખરેખર જરુરીયાતમંદ ઘરો માં શ્રી આપાગીગા ના ઓટલા ના મહંત અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ સમસ્ત ના પ્રમુખ શ્રી નરેન્દ્રબાપુ સોલંકી ગુરુ શ્રી જીવરાજબાપુ દ્રારા સ્વખર્ચે કિટ નું વિતરણ કરવા મા આવી રહ્યું છે. કિટરુપે રુ.૧ હજાર રોકડ ની સહાય બાપુ દ્રારા કરવા મા આવી રહ્યું છે.

          આ ભાગ રુપે બાબરા તાલુકા મા વસવાટ કરતા અને ખરેખર જરુરીયાતમંદ ઘરોની યાદી  પત્રકાર રાહુલ ધીરુભાઈ પરમાર અને હરેશભાઈ ધીરુભાઈ પરમાર દ્રારા તયાર કરવા મા આવી હતી. જેમા બાબરા ના મોટા દેવળીયા, ત્રંબોડા, ઈસાપર, કોટડાપીઠા ગામ મળી ને કુલ ૨૩ ઘરોની યાદી બનાવવા મા આવી હતી. ત્યારે પુજ્ય નરેન્દ્રબાપુ દ્રારા ચમારડી ગામે પધારી આ ૨૩ ઘરો ની યાદી મુજબ કીટરુપે રુ.૧ હજાર ઘર ડીઠ અર્પણ કરવા મા આવ્યા હતા. આ રકમ પુજ્ય નરેન્દ્રબાપુ ના આદેશ થી રાહુલ ધીરુભાઈ પરમાર અને હરેશભાઈ ધીરુભાઈ પરમાર દ્રારા તાલુકા ના ગામો માં જઈ રુબરુબ જઈ પરીવાર ના મોભી ને અર્પણ કરવા માં આવેલ હતી અને પુજ્ય નરેન્દ્રબાપુ દ્રારા સમાજ ના દરેક લોકો ને આષિર્વાદ પાઠવેલ હતા. આ તકે ધીરુભાઈ પરમાર, પ્રવિણભાઈ પરમાર, પત્રકાર આદિલખાન પઠાણ, લાલજીભાઈ ડોડીયા, સાથે રહ્યા હતા.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..