Back

ચમારડી ગામે આપાગીગા ના ઓટલા ના મહંત અને ગુજરાત રાજ્ય ના ઓબીસી નિગમ ના ચેરમેન શ્રી નરેન્દ્રબાપુ ની પધરામણી.

ચમારડી ગામે આપાગીગા ના ઓટલા ના મહંત અને ગુજરાત રાજ્ય ના ઓબીસી નિગમ ના ચેરમેન શ્રી નરેન્દ્રબાપુ ની પધરામણી.


પત્રકાર રાહુલ ડી. પરમાર અને પરમાર પરીવાર ના નિવાસ્થાને પધરામણી કરી)


બાબરા.

       બાબરા તાલુકા ના યુવા પત્રકાર રાહુલ ડી. પરમાર અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકતા કમિટી ના સ્થાપક હરેશભાઈ ધીરુભાઈ પરમાર ના નિવાસ સ્થાને ગુજરાત રાજ્ય ના ઓબીસી નિગમ ના ચેરમેન તથા શ્રી આપાગીગા ના ઓટલા ના મહંત શ્રી તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ સમસ્ત રાજકોટ ના પ્રમુખ શ્રી નરેન્દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી)એ પધરામણી કરી હતી.

         દેશ મા કોરોના વાયરસ નો કાળો કહેર છે ત્યારે લોકડાઉન ના કારણે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના મધ્યમ વર્ગ ના ઘરો ને હાલાકી નો સામનો ના પટે તે માટે પુજ્ય નરેન્દ્રબાપુ ખુબ જ ચિંતિત છે. તે કારણે ગુજરાત મા વસવાટ કરતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના તમામ જરૂરીયાત મંદ ઘરો મા પુજ્ય નરેન્દ્રબાપુ દ્રારા કિટ રુપે રુ.૧ હજાર રોકડ સહાય રૂપે પરીવાર ડીઠ અર્પણ કરવા મા આવી રહ્યા છે. ત્યારે બાબરા તાલુકા ના ગામો માં જરૂરીયાત છે તે ઘરો માં કિટ રૂપે રુ.૧ હજાર રોકડ અર્પણ કરવા માં આવી હતી. ત્યારે આ યાદિ પત્રકાર રાહુલ ધીરુભાઈ પરમાર તથા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકતા કમિટી ના સ્થાપક હરેશભાઈ ધીરુભાઈ પરમાર દ્રારા તયાર કરવા માં આવી હતી. બાપુ દ્રારા આ રકમ રાહુલ પરમાર અને હરેશભાઈ પરમાર ને અર્પણ કરવામાં આવી હતી અને તેમના દ્રારા તાલુકા ની યાદી મુજબ ના ઘરો મા આ રકમ અર્પણ કરવા બાપુ એ આદેશ આપ્યો હતો.

        આ તકે પુજ્ય નરેન્દ્રબાપુ નું ધીરુભાઈ પરમાર, હરેશભાઈ ધીરુભાઈ પરમાર, રાહુલ ધીરુભાઈ પરમાર તથા પરમાર પરીવાર દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું અને બાપુ ની મુલાકાત થી પરમાર પરીવાર માં હર્ષ જોવા મળ્યો હતો. આ તકે પ્રવિણભાઈ પરમાર, લાલજીભાઈ પરમાર, પત્રકાર આદિલખાન પઠાણ સહિત મિત્રો હાજર રહ્યા હતા અને બાપુ ના આષિર્વાદ લીધા હતા.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..