Back

ડાંગ જિલ્લામાં કાયદો નો ભંગ કરી ફરજ દરમિયાન મસ્જિદમાં નમાજ અદા કરતા PSI અને CPI સસ્પેન્ડ

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ

હાલની પરિસ્થિતિમાં ધારા 144 હોવા છતાં આહવા કલેકટરશ્રી કચેરી પાસે આવેલ મસ્જીદમાં સાત જણ નમાજ અદા કરવા જતાં મૌલવી સહિત સાત જાણ સામે કડક કાર્યવાહી


ડાંગ જિલ્લા એસ.પી.શ્રીમતી સ્વેતા શ્રીમાળી પાસે થી પ્રાપ્ત અહેવાલ મુજબ પાંચ થી વધુ ઈસમો મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હોવાની માહિતી મળતા ત્યાં પોલીસ ટિમ પહોંચતા પોલીસ મહેકમમાં ઉચ્ચ હોદા પર રહી ફરજ દરમિયાન આહવા મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતાં ડાંગ જિલ્લા કલેકટર શ્રી ના જાહેરનામાં મુજબ કોઈ ધાર્મિક સ્થળે ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામા નું ઉલ્લંઘન કરવામાં આવતા- સુરત રેન્જ આઈજી ના હુકમથી બન્ને અધિકારીઓ ને સસ્પેન્ડ કરવાનું હુકમ કરવામાં આવતા સસ્પેન્ડ કરી ધરપકડ કરાઈ

હાલ કોરોના વાઈરસના પગલે સમૂહમાં ધાર્મિક કાર્યો કરવાની મનાઈ છે. તેમ છતાં ડાંગમાં સંક્રમણને કાબૂમાં લેવાના બંદોબસ્ત દરમિયાન બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ બન્ને અધિકારીઓએ આહવા મસ્જિદમાં નમાજ અદા કરી હતી. જેથી સુરત રેન્જ આઈજીએ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

ડાંગ covid19ના સંક્રમણને કાબુમાં લેવાના બંદોબસ્ત પરના 2 પોલીસ અધિકારી સસ્પેન્ડ કરાયા છે. ફરજમાં ઉપર હોવા છતાં આઈ.બી.અજમેરી, સી.પી.આઈ આહવા  અને એસ.એસ.ડેરૈયા, પી.એસ.આઇ આહવા મસ્જિદમાં નમાઝ અદા કરી હતી.ગઈકાલે મસ્જિદમાં મૌલવી અને અન્ય ઈસમો સાથે નમાઝ અદા કરી કલમ ૧૪૪ નો ભંગ કર્યો હતો.નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સુચનાનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.ઇપીકો કલમ ૧૮૮ ને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ નું કલમ-૫૧ (બી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.સુરત રેન્જ આઈજીએ બંને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનું હુકમ કરી ધરપકડ કરવામા આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..