Back

ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા અનાજ મેળવવા ના કુપંન વિતરણ કરાયું

ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા અનાજ કુપન નું વિતરણ ઘરે ઘરે ફરી કરવામાં આવેલ મધ્ય ભોજન યોજના ના નિયમો અનુસાર શાળાએ જતા બાળકોને ભોજન આપવામાં ન આવે ત્યારે ફુડ સીકયોરીટી  એલાઉન્સ આપવાની જોગવાઈ છે  તાજેતરમાં કોરોનાવાયરસ ના કારણે તારીખ ૧૬,૦૩,૨૦૨૦  થી ૨૯,૦૩,૨૦૨૦ સુધી બંઘ રહેતા તેનું અનાજ તથા ક કુકિંગ કોસ્ટની રકમ વિદ્યાર્થીઓને આપવાની છે ટંકારા તાલુકા માં તા.૧૬,૦૩,૨૦૨૦ થી તા. ૨૯,૦૩,૨૦૨૦ સુધી શાળાઓ બંધ રહેલ ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ અને દરરોજ ૧૦૦ ગ્રામ ઘઉં 50 ગ્રામ ચોખા અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને માટે દરરોજ ૧૦૦ ગ્રામ ઘઉં અને ૭૫ ગ્રામ ચોખા આપવાના છે ટંકારા તાલુકામાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ૫૫૦ ગ્રામ ઘઉં તથા ૫૫૦ ગ્રામ ચોખા  અને ઘોરણ ૬થી ૮  ના વિઘાથીઓ ને ૮૨૫ ગ્રામ ઘઉં તથા ૮૨૫ ગ્રામ ચોખા અપાશે ઘોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને ખાતામાં ૪૦ ચાલીસ  તથા ધોરણ ૬ થી ૮ ના ખાતામાં જમા  રૂપિયા ૬૫ જમા  કરાશેટંકારા તાલુકા ના  પ્રાથમિક શિક્ષકો દ્વારા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ ના ઘરે ઘરે જઈને કોરોનાવાયરસ ની મા મારી વચ્ચે અનાજના કુપન  પહોચાડવા માં આવેલ છે અનાજ  કુપન વિતરણમાં શિક્ષકો રજીસ્ટર નિભાવી વાલીઓની સહી લઈ રહેલ છે અનાજની કુપંન લઈને વાલીઓ ઘઉં ચોખા લેવા જવાનું છે ૫૫૦ ગ્રામ ઘઉં તથા ૫૫૦ ગ્રામ ચોખા લેવા કેટલાક વાલીઓ  ડી પો એ  જશે તે મોટો સવાલ છે તા,૪,૪,૨૦ થી વિતરણ શરૂ થયેલ છે ..

Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..