Back

ટંકારા ના મહિલા સરપંચ ભૂખ્યા ને જમાડવા રોટલી બનાવે છે

ટંકારા માં મહિલા સેવા ભાવી લોકો તથા મચ્છુ મિત્ર મંડળ દ્વારા લોક ડાઉનના પ્રથમ દિવસથી ટંકારામાં તેમજ આજુબાજુ વસતા પાંચસોથી આઠસો માણસો ને ભોજન અપાય છે આ સેવાકાર્યમાં ટંકારાના મહિલા સરપંચ શ્રીમતી નિષાબેન ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી પણ અગ્રેસર છે મહિલા સરપંચ નિશાબેન ત્રિવેદી તથા આજુબાજુના લતાવાસીઓ દ્વારા દરરોજ 25 30 કિલો ઘઉંના લોટની રોટલી બનાવી પૂરી પાડવામાં આવે છે મહિલા સરપંચ પોતે જાતે સેવા કાર્યમાં જોડાય છે જાતે રોટલી વણે છે રોટલી છે કે છે સાથોસાથ બહેનોને પ્રભુના નામ આવે છે ભજનો ગીતો ગાતા ગાતા બહેનોને રોટલી બનાવે છે મચ્છુ મિત્ર મંડળ ના ભુવા ભદાભાઇ તથા યુવાનો દરરોજ ૫૦૦ થી ૭૦૦ માણસોની રોટલી બટાટા ભાત શાક તથા ખીચડી નું ભોજન પૂરું પાડવામાં આવે છે ટંકારાના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી ભુપતભાઈ ગોધાણી રસિકભાઈ દુબરીયા તથા ભરવાડ સમાજના યુવાનો દ્વારા જુદી જુદી દિશાઓમાં ભૂખ્યાને ભોજન કરાવાય છે દયાનંદ નગર માં રોટલી બનાવવાની સેવા માં શિક્ષકો  હેમંતભાઈ ભાગીયા મેહુલ ભાઇ ગણેશભાઈ માજી ટી.ડી.ઓ  ધનજીભાઈ ઢેઢી સેવા આપે  છે

Jakansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..