Back

પ્રાથમિક શાળાના બાળકો ને અનાજ ના કુપંન ના બદલે અનાજ ની કીટ આપો માજી સરપંચ કાના ભાઈ ત્રિવેદી

ટંકારાના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી દ્વારા બાળકોને અનાજના કૂપન ના બદલે કીટ બનાવી ને આપવા માંગણી કરેલ છે ટંકારા તાલુકાના પ્રાથમિક શાળાના બાળકોને તારીખ 16 થી 29 માર્ચ સુધી શિક્ષણ બંધ હોય મધ્ય ભોજન અપાયેલ નથી તેના બદલે ધોરણ ૧થી ૫ ના બાળકોને ૫૫૦ ગ્રામ ઘઉં તથા ૫૫૦ ગ્રામ ચોખા અને ધોરણ ૬ થી ૮ ના બાળકોને આ તો પછી ૮૨૫ગ્રામ ઘઉં તથા ૮૨૫ ગ્રામ ચોખા આપવાનો નિર્ણય સરકારે કરેલ છે ટંકારા તાલુકાના ગામડે ગામડે શિક્ષકો દ્વારા બાળકોની અનાજના કુપન ઘરે પહોંચાડે છે ટંકારા તાલુકામાં ૪૯ ગામડાઓ છે તેની સામે ફક્ત ૨૩ રેશન ડિપો છે  રાજાવડ , કલ્યાણપર,જબલપુર, મોટા ખીજડીયા ના વિદ્યાર્થીઓના વાલીઓએ ટંકારા અનાજ લેવા આવવું પડશે જે પાંચ કિલોમીટર થશે ગણેશપર વીરવાવ આંબેડકર નગર છતર ગામ ના વાલીઓએ મીતાણા રેશન ડિપો એ અનાજ લેવા જવું પડશે જેનું અંતર પાંચથી સાત કિલોમીટર થાય છે એક દોઢ કિલો ઘઉં ચોખા લેવા કેટલાક વાલીઓ જશે તે મોટો સવાલ છે ટંકારાના ના માજી સરપંચના ભાઈ ત્રિવેદી. એ અનાજ ના કુપંન  ના બદલે અનાજ ની કીટ બનાવી આપવા ની માગણી કરેલ છેટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ અનાજના કુપન ની ઘરે-ઘરે વહેંચણી કરેલ તે રીતે અનાજની કિટ ની વિતરણ કરવાની તૈયારી બનાવેલ છે તા.૧,૪,૨૦   થી ૧૪,૪,૨૦  સુધી ના લોકડાઉન માં પ્રાથમિક શાળાના બાળકોને અનાજ ની કીટ અથવા રોકડ રકમ આપવામાં સરપંચ કાનાભાઈ ત્રિવેદીએ માગણી કરેલ છે

Jakansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..