Back

નગરપાલિકા ના સફાઇ કર્મચારીઓ અને તેના સ્ટાફ નું મેડિકલ ચેકઅપ

વાંકાનેર અર્બન મેડિકલ ઓફિસર ડો. ડી.એન. દેસાણિ અને સુપરવાઈઝર ઇરફાન વકાલિયા અને ટીમ દ્વારા વાંકાનેરના નગરપાલિકા ના સફાઇ કર્મચારીઓ અને તેના સ્ટાફ નું મેડિકલ ચેકઅપ કરી તેને આ સમયમાં કેવીરીતે કામ કાજ કરવું તથા સાવચેત ના ભાગરૂપે કોરોના બીમારીના લક્ષણો, કોરોના કેવી રીતે ફેલાઈ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી અને આ પહેલા આ ટીમ દ્વારા પછાત વિસ્તારોમાં પણ  ડોર ટુ ડોર જઈ   લોકોને કોરોના વાઈરસની ગંભીરતા અને તેના વિશે વિશેષ માર્ગદર્શન આપી લોકો ને લોક જાગૃતિ ની સલાહ આપવામાં આવી હતી. અને સાથે ઘરમાં જ રેહવા ની સલાહ આપી અને જરૂરિયાત વગર શહેરમાં આવું નહિ તથા આજુબાજુ માં કોઈ બીજા રાજ્ય કે દેશમાંથી આવેલું જણાઈ તો સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક જાણ કરવા સૂચન કરવા માં આવ્યું હતું...

 તસવીર:: નવદીપ ભટ્ટી - વાંકાનેર...

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..