Back

લોકડાઉન : આઠ માસની ગર્ભવતી મહિલા વતન જવા ૬૦ કિમિ ચાલી : લોકોએ ઝાંસીની રાણી સાથે સરખાવી

લોકડાઉન : આઠ માસની ગર્ભવતી મહિલા વતન જવા ૬૦ કિમિ ચાલી : લોકોએ ઝાંસીની રાણી સાથે સરખાવી

પાવાગઢનું પરિવાર ૬ નાના નાના બાળકો સાથે ૩૫ ડીગ્રી ગરમીમાં અંકલેશ્વરથી રેલવે ટ્રેક પર થઈને ચાલતું રાજપીપળા તરફ આવ્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે.ત્યારે સુરત સહીત અન્ય વિસ્તારોમાં મજૂરી અર્થે ગયેલા લોકો વાહન ન મળવાથી ચાલતા પોતાના વતન તરફ જતા હોય છે.નર્મદા જિલ્લામાં આવા ૭૦૦ જેટલા લોકોને વિવિધ સમાજસેવી સંસ્થાઓએ જમાડી વતન તરફ જવાની વ્યવસ્થા કરી આપી હતી.એવું જ એક પાવાગઢનું પરિવાર ૬ નાના નાના બાળકો સાથે ૩૫ ડીગ્રી ગરમીમાં અંકલેશ્વરથી રેલવે ટ્રેક પર થઈને ચાલતું રાજપીપળા તરફ આવી રહ્યું હતું.દરમિયાન સમાજસેવાનું કામ કરતા હરદીપસિંહ શિનોરા,મહેન્દ્ર રાઠોડ,રજની પરમારની એમની પર નજર પડી.

તેઓ તુરંત ત્યાં પહોચી એમને રાજપીપળાના રાહત કેમ્પ સુધી લઈ આવ્યા.ત્યારે એક મહિલાએ દર્દ ભર્યા અવાજે કહ્યું કે સાહેબ આ મહિલાના પેટમાં ૮ માસનો ગર્ભ છે, ચાલવાથી એની તબિયત લથડતી જાય છે એને પેહલા પાણી આપો.ત્યારે ત્યાં હાજર યુવાનોએ એ મહિલાની પ્રથમ તબીબી તપાસ કરાવી, પછી પાણી પીવડાવ્યું અને તમામને જમાડી એક વાહનમાં પાવાગઢ નજીકના ગામે જવા રવાના કર્યા.પોતાના ૧.૨૫ વર્ષના બાળકને પીઠ પાછળ બાંધી અંગ્રેજો સામે લડેલી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પ્રતીતિ કરાવતા કિસ્સાને યાદ કરી ૮ માસનો પેટમાં ગર્ભ હોવા છતાં ૩૫ ડીગ્રી ગરમીમાં 60 કિમિ ચાલતિ આવેલી આ સગર્ભા મહિલા મધલીબેન કૈલાસભાઈ કટારાને હાજર લોકોએ કહ્યું કે વાહ ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ તમારી હિંમતને સલામ છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..