Back

એસપીશ્રી નિર્લિપ્ત રાયની ચુસનાથી નાગેશ્રી પોલીસે બગદાણાના ફરાર આરોપીની અટકાયાત કરી

💫 *પ્રેસનોટ તા.02/04/2020* 


ન્યુજ

અમરેલી


*બગદાણા પો.સ્ટે. જી.ભાવનગર નાં અપહરણનાં ગુન્હાનાં આરોપીને પકડી પાડતી નાગેશ્રી પોલીસ*   

 *

  *નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ તથા * અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા નોવેલ કોરોના વાયરસ( COVID-19) સંદર્ભે, લોક ડાઉન હોય, જે અન્વયે સઘન ડે-નાઇટ પેટ્રોલીંગ કરવા અને પેટ્રોલિંગ દરમ્યાન કડક વાહન ચેકિંગ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, શ્રી  *કે. જે. ચૌધરી,*  નાયબ પોલીસ અધિક્ષકશ્રી - સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા તથા *શ્રી એસ.એન. ગોહિલ,* - સર્કલ પોલીસ ઇન્સ. રાજુલા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશનનાં *પો.સ.ઇ. શ્રી બી.જી.વાળા* તથા નાગેશ્રી પોલીસ આજ રોજ ટીંબી આઉટ પોસ્ટ વિસ્તારમાં  રાત્રીનાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, ટીંબી ગામે બહાર ગામથી કોઇ છોકરો છોકરી ભાગીને આવેલ હોય અને ત્યાં  રહેવા માટે ભાડે મકાન શોધતા હોય તેવી હકિકત મળતાં તુર્ત જ  હકિકત વાળી જગ્યાએ જઇ જણાવેલ વર્ણનવાળા મજકુર સાથે ભોગ બનનાર મળી આવતાં તેઓને સાથે પો.સ્ટે. લાવી પુછપરછ કરતા હકિકત જણાય આવેલ કે, *બગદાણા પો.સ્ટે.  એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૦૦૦૬૬/૨૦૨૦, આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬* મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને પોતાની કાયદેસરની ઘરપકડ ટાળતા અરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. 

 ✨ *પકડાયેલ આરોપી* ઃ-

કમલેશભાઇ એભલભાઇ વાળા,ઉ.વ.૧૯, રહે.ગળથર, તા.બગદાણા, જી.ભાવનગર,  

      ઉપરોકત પકડાયેલ આરોપીને બગદાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૦૦૦૬૬/૨૦૨૦, આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ મુજબના અપહરણનાં ગુન્હાનાં કામે ફરાર હોય, જેને અમરેલી જીલ્લાનાં નાગેશ્રી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ઘોરણસર અટક કરી આગળની ઘટતી કાર્યવાહી અર્થે બગદાણા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.   


  💫આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી *નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ નાગેશ્રી *પો.સબ ઇન્સ. શ્રી બી.જી.વાળા* તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ *એ.એસ.આઇ.ડી.સી. ગોહિલ, હેડ કોન્સ.એ.પી. બારૈયા, પો.કોન્સ. જયેન્દ્રસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. દિલુભાઇ હમલુભાઇ ચાવડા*  ને અપહરણનાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..