Back

લોકડાઉન 11 મો દિવસ : લોકડાઉન માં બિનજરૂરી ફરતા લોકો સામે રાજપીપલા પોલીસ ની કડક કાર્યવાહી

લોકડાઉન 11 મો દિવસ : લોકડાઉન માં બિનજરૂરી ફરતા લોકો સામે રાજપીપલા પોલીસ ની કડક કાર્યવાહી

રાજપીપલા : જુનેદ ખત્રી

કોરોના મહામારી ને લઈ સમગ્ર ભારત 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપલા માં પોલીસ દ્વારા લોકડાઉન નો કડક અમલ કારવાઇ રહ્યો છે

સરકાર તેમજ પ્રશાસન દ્વારા લોકડાઉન નો અમલ કરવા માટે લોકોને અનેક સૂચનો કરવામાં આવે છે પરંતુ કેટલાક લોકો બિનજરૂરી બહાના લઈ બજારોમાં ફરતા જોવા મળે છે જેમની સામે નર્મદા પોલીસ દ્વારા લાલ આંખ કરાઈ હતી પોલીસ દ્વારા બાઇક ઉપર ફરતા લોકોને રોકી તાપસ કરી બિનજરૂરી ફરતા તત્વો ને મેમાં આપવામાં આવ્યા હતા અને અમુક તત્વો ની બાઇક ડિટેન પણ કરાઈ હતી પોલીસ ની કડક કાર્યવાહી થી બિનજરૂરી ફરતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો છે

આ બાબતે પી.એસ.આઈ સિંધી સાહેબ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે લોકડાઉન માં બિનજરૂરી ફરતા તત્વો સમજાવ્યા બાદ પણ માનતા નથી બાદ પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની સૂચના મુજબ બિનજરૂરી ફરતા ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ આરસી બુક વિનાના લોકો સામે કડક કાર્યવાહી કરી સ્થળ મેમો તથા ગાડી ડિટેન પણ કરાઈ છે અત્યારસુધી લગભગ 130 જેટલા વાહનો ડિટેન કરાયા છે ઉપરાંત લોકોને કામ વગર બહાર ન નીકળવા તેમજ લોકડાઉન નું પાલન કરવા પણ આપીલ કરી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..