Back

હાલાર પંથક ના ગ્રામીણ વિસ્તારોની ગ્રામ પંચાયત દ્ધારા વિના મુલ્યે માસ્ક તેમજ સેનિટાઈઝરની બોટલ નું વિતરણ કરવામાં આવ્યુ..

હાલાર પંથક ના ગ્રામીણ વિસ્તારોની ગ્રામ પંચાયત દ્ધારા વિના મુલ્યે માસ્ક તેમજ સેનિટાઈઝરની બોટલ નું વિતરણ કરવામાં આવ્યુ....

 કોરાનાની મહામારી સામે 21 દિવસના લોકડાઉનના પગલે કાલાવડ તાલુકા ના ગામોમાં ગામ પ્રથમ નાગરિક સમાન સરપંચ તથા તલાટી ક્રમ મંત્રી દ્વારા માસ્ક તેમજ સેનિટાઈઝરની બોટલ નું વિતરણ કરવામાં આવ્યુ.....આ માસ્ક તેમજ સેનિટાઈઝરની બોટલ નું વિના મુલ્યે ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યુ....   

કોરોના વાયરસની મહામારી વૈશ્વિક ગંભીરરૂપ ધારણ કરી ચૂકી છે. ગુજરાતમાં પણ હાલમાં તેના અનેક કેસ થઈ ચૂક્યા છે. તેવા સમયમાં આ મહામારીમાં માસ્ક અને સેનિટાઈઝરની અછતનું નિર્માણ થયું છે. સમયાંતરે તંત્ર દ્વારા આ વસ્તુઓની અછત નિવારવાના પ્રયત્નો થઈ રહ્યા છે..... સાથો સાથ ગામ ના પ્રથમ નાગરિક સમાન સરપંચ દ્ધારા જણાવ્યું કે હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સ્વચ્છતા જાળવવા તેમજ ઘરે રહેવાની અપીલ કરવામાં આવી.. આ સાથે સરપંચે સૌને કલમ ૧૪૪ના અમલમાં સહકાર આપવા અપીલ પણ કરી.. સરકારી નીતિ નિયમોનું પાલન કરવા, સરકાર દ્વારા પ્રજાલક્ષી કાર્યને ધ્યાને રાખી લોક ડાઉનનો અમલ કરવા, બહારગામ જવું નહીં, 14 એપ્રિલ સુધી કોરોના વાયરસના કારણે જનતા કરફ્યુનો આદેશ સરકાર દ્વારા હોવાથી તેનો અમલ સર્વે ગામજનોએ કરવા અપીલ કરવામાં આવી...તેમણે ગામલોકોને સૂચિત કર્યા હતા કે, જ્યાં સુધી સરકાર દ્વારા જાહેર ના કરે ત્યાં સુધી કોઈ ભંગ કરવો નહીં અને સરકારી કર્મચારીઓને સહકારી આપી સરકારના પ્રજાલક્ષી કાર્યોમાં સહભાગી થવા અપીલ કરી...... 


અહેવાલ :- હર્ષલ ખંધેડિયા - જામનગર