Back

માલપુર અને બાયડ વિસ્તારમાં કરાયું વિતરણ- કરિયાણ અને શાકભાજી ની કીટ નું વિતરણ

અહેવાલ 


અરવલ્લી જિલ્લામાં જરૂરિયાત મંદો ને કીટ નું વિતરણ કરાયું જેમાં કરિયાણ અને શાકભાજી ની કીટ નું વિતરણ બાયડ અને માલપુર વિસ્તારમાં કરાયું વિતરણ

ટોરેન્ટ ફાર્મા , પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને હિમાંશુ પટેલ ની રાહબરી હેઠળ કરાયું આયોજન

 અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસની મહામારીથી ધંધા રોજગાર બંધ થતા સરકાર ની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ પણ જરૂરિયાત લોકો ની મદદે આવી રહી છે.ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ માલપુર માં અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્મા અને બાયડ - માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ પુંસરી ગ્રામપંચાયત ના પૂર્વ સરપંચ હિમાંશુ ભાઈ ના સહયોગ થી જુદા જુદા વિસ્તારોમાં આવેલા જરૂરિયાત મંદો ને કરિયાણાની કીટ અને શાકભાજી ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં બાયડ અને માલપુર વિસ્તારના ભાજપના કાર્યકરો જોડાયા હતા.


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..