Back

આહવા સ.માધ્ય.શાળાના NSS ના વિધાર્થીઓએ કોરોના કહેર ની માહામારી સામે લોકોને જાગૃત કર્યા

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ- મદન વૈષ્ણવ

સરકારી માધ્યમિક શાળા આહવા કોરોના વાઇરસ અંતર્ગત એન.એસ.એસ.દ્વારા લોક જાગૃતિ અભિયાન
આહવા ની સૌથી જૂની અને મોટી સરકારી માધ્યમિક શાળા આહવા શાળા પરીવાર દ્વારા આ બાબતે લોક જાગૃતિ કેળવવા આ સંસ્થાના આચાર્યશ્રી પ્રજેશ ટંડેલ ને પ્રોજેક્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર સુનિલભાઈ બાબર તેમજ શૈલેશભાઈ ભોયના નેતૃત્વમાં એન.એસ.એસ.ના ભાઈઓ બહેનો દ્વારા આહવાનગર તેમજ વાંગણ ગામમાં આ બાબતે લોકોનો સંપર્ક કરી લોક જાગૃતિ કેળવી આ કોરોના વાયરસ અંગે સજાક કરી રહ્યા છે જેમાં તેઓ લોકોને કઈ રીતે સાવધ રહેવું,હાથ કેવી રીતે ધોવા, કેટલા મીટર ના અંતરે ઊભા રહેવું, હાથ મિલાવવા નથી, બહાર જવાનો નથી, રૂમાલનો તેમજ સેનેટાઉઝર તથા સાબુ નો ઉપયોગ કરવો, કામ વગર ઘરની બહાર નીકળવું નહીં ઘર માં પણ સોશિયલ ડિફેરેન્સ રાખવાનું વગેરે થી સાવચેત કરવામાં આવે છે આ રીતે એન.એસ.એસ. દ્વારા આ શાળા પરિવાર દ્વારા રાષ્ટ્રિય અભિયાન અંતર્ગત લોક કલ્યાણ,જન જાગૃતિ ના પ્રયાસો હાથ ધરી ઘરે ઘરે જાગ્રત કરવામાં આવી રહ્યા છે.શાળા પરિવાર ની પ્રેરણાદાયી કામગીરી ને ગામ લોકો આવકારી પ્રેરણા લઇ આ જીવલેણ કોરોના વાયરસ સામે આપેલ સમજણનું  ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..