Back

કાલોલ નગરના વેપારીઓ ને માલસામાન લાવવા ના પાસ મેળવવા ની તકલીફો નિવારવા ની જરૂર.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ માં કોરોના સંક્રમણ ને લઈ કરાયેલ લોક ડાઉન માં જીવન જરૂરી અનાજ કરિયાણા ના દુકાનદારો ને ખૂટતી વસ્તુઓ નો પુરવઠો મેળવવા માં ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે. કાલોલ ના વેપારીઓ ને જરૂરી જથ્થો ગોધરા ખાતે થી લાવવા માટે જરૂરી પાસ કે પરવાનગી નો કાગળ મામલતદાર કચેરી માથી નહિ અપાતો હોવાનું જાણવા મળ્યું છે ઈંસિડેન્ટર કમાન્ડર અને એસ.ડી.એમ ગોધરા ની કચેરીમાં થી જ આ પરવાનગી નો પત્ર મેળવવા નો હોવાથી કાલોલ ના વેપારીઓ મુશ્કેલી માં મુકાયા છે હાલની પરિસ્થિતિ માં કાલોલ બહાર ગોધરા મુકામે પરવાનગી લેવા જવાનું કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે કેટલાક વેપારીઓ ની માંગ છે કે સ્થાનીક મામલતદાર કચેરી માં થી જો આવી પરવાનગી આપવામાં આવે તો તેઓને રાહત થાય તેમ છે.અન્ય તાલુકા માં જે રીતે મામલતદાર કચેરીમાં થી આવી પરવાનગી આપે છે તે રીતે કાલોલ મામલતદાર ને આવી સતા અપાય તેવી વેપારીઓ ની માંગ છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..