Back

થરાદ તાલુકાના ઘી લક્ષ્મીપુરા (ડુવા) દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કોના વાયરસને લઈને બનાસડેરી ના આદેશ મુજબ ચુસ્ત નિયમોનું પાલન કરાયું

રીપોર્ટર કાળાભાઈ ચૌઘરી

સમગ્ર દેશમાં ચાલતા કોરોના વાયરસને લઈને રાજ્ય સરકાર દ્વારા અને અનેક પ્રકારના પગલાં ભરી રહી છે ત્યારે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા દરેક બનાસકાંઠા જીલ્લાની દૂધ મંડળીઓને નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું હતું

ત્યારે આજે લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન શ્રી શંકરભાઈ અને મંત્રી શ્રી પ્રકાશભાઇ ચૌધરી દ્વારા ગ્રાહકોને કોરોના વાયરસ ની કઈ રીતે સુરક્ષિત રહી શકાય તે માટે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું

અને પશુપાલક પોતાના પરિવારને કોરોના વાયરસથી બચાવી ને સુરક્ષિત રાખી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો ત્યારે દૂધ ભરાવા આવતા  પશુપાલકોને એક એક ફૂટના અંતરે દૂર ઊભા રાખીને મોં ઉપર માર્ક્સ પહેરીને અને સાબુથી હાથ ધોઈને દૂધ મંડળીમાં પ્રવેશ આપવામાં આવે છે


ત્યારે આજે લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અમારી ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી તો મંડળી નિયમોનું પાલન કરતી જોવા મળી હતી અને પશુપાલકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે પશુઓને ખવડાવવા માટે બનાસ દાણ  જેવા અનેક પ્રકારના ખાનદાની વ્યવસ્થા મંડળી ઉપર કરવામાં આવી છે પશુપાલકોને  બનાસ નવરસ તેલ થી લઈને શાકભાજી સુધીની તમામ સગવડો મંડળી ઉપર ઉપલબ્ધ કરવામાં આવી


જેથી કરીને પશુપાલકોએ કોઈપણ પ્રકારની વસ્તુ લેવા માટે બજાર કે અન્ય જગ્યાના જવું પડે અને કોરોના વાયરસની માહામારી નથી પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકે તે માટે મંડળીએ અનેક પ્રકારના પગલાં ભર્યા છે


ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..