Back

જંબુસરના કિન્નર સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી

જંબુસરના કિન્નર સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી.
હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને લઈને આખા દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે .જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ના ધંધા રોજગાર બંધ હાલતમાં છે .જેથી તેઓ ના માટે ખાવાનો પ્રશ્ન ઉભો થયો છે .જો કે સરકાર દ્વારા આમ તો જુદી જુદી જાહેરાતો કરવામાં આવી છે .તેમની સાથે સાથે સ્થાનિક સંસ્થાઓ પણ આ મદદ માટે આગળ આવી છે.તેવામાં જંબુસર ના ભાગલીવાળ અખાડાના કિન્નર સમાજ દ્વારા પણ લોકોને તૈયાર ભોજન પીરસવામાં આવી રહ્યું છે . અને તેઓ દ્વારા મજૂર વર્ગ તથા ગરીબો માટે આ સેવા ચાલુ રાખવા માટે જણાવ્યું હતું .અને અન્ય લોકોને પણ આવી સેવા સંસ્થાઓમાં જોડાવા જણાવ્યું હતું .આ જમવાનું તેઓ દ્વારા જાતે જ બનાવવામાં આવે છે અને જાતે જ વહેચવામા આવે છે .

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..