Back

હાલોલ પોલીસ દ્રારા લોકડાઉનનો અમલ કરાવવા ડ્રોન દ્વારા ચાંપતી નજર,કામ વગર બહાર નીકળનારાઓની હવે ખેર નહિ !

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



કોરોનાનો કહેર દેશના નાગરિકોને ધીરે ધીરે લપેટમાં લઇ રહ્યો છે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવનાં કેસો વધી રહ્યા છે અને હવે સ્થાનિક સ્તરે પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

  હાલોલ નગરમાં પોલીસની ચાંપતી નજર હાલોલમાં ડ્રોન કેમેરા દ્વારા લોકડાઉનનો ચુસ્ત બંદોબસ્ત થાય તેને લઇ હાલોલ ટાઉન પોલીસ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ ખુલ્લા પ્લોટ,સોસાયટીમાં તેમજ ગલીઓમાં મેદાનો,જેવા તમામ વિસ્તારોને ડ્રોન કેમરાઓ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે.હાલોલ ટાઉન પોલીસ દ્વારા શહેરના વિસ્તારોમા ડ્રોન કેમરાનું સર્વેલન્સ કર્યું હતું.

  કડક અમલ વચ્ચે પણ લોકો હજુ પણ બહાર નીકળી રહ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા જણાવવામાં આવેલ લોકડાઉનની શખ્ત અમલવારી માટે 'ઉડતી આંખ' ડ્રોનની મદદથી બહાર નીકળતાં લોકો પર નજર રાખવામાં આવી રહી છે.અને જાહેરનામાનો ભંગ કરનાર શખ્શો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

   જ્યારે હાલોલ નગરમાં લોકડાઉનમાં શહેરી વિસ્તારોમાં લોકો ટોળા વળી બેસી રહેતા અને વાહનો લઈ અંતરિયાળ વિસ્તારોમાં લોકો રખડપટ્ટી કરતા હોવાનું પોલીસતંત્રને ધ્યાને આવતા પોલીસે ડ્રોનની મદદથી તમારા પર નજર રાખવામાં આવી રહી છે અને ઘરની બહાર નીકળશો તો તમારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોનની મદદથી લોકો પર નજર રાખવાની શરૂઆત કરવામાં આવી છે.

  હાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ.એન.કે.ડાભી અને તેમની ટીમે હાલોલ નગરના વિસ્તારોમાં લોકડાઉનની અમલવારી માટે ડ્રોન ની બાજ નજર રાખવામાં આવી રહી છે અને જાહેરનામા નો ભંગ કરનાર સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..