Back

બિદડા ગામમાં શાકભાજી વાળાની મનમાની કીલો દીઠ પર ભાવ માં વધારો.

માંડવી કચ્છ :- કોરોના વાયરસનાં લીધે ભારત સરકાર તરફથી કરવામાં આવેલ લોકડાઉન(કરફ્યુ) લગાવામાં આવ્યું છે.ત્યારે ઘણાં બધાં લોકો ના ધંધા રોજગાર અને મંજુર લોકો માટે મંજુરી કામ કાજ બંધ થઈ જવાથી તમાંમ જનતા ઘરમાં બેઠેલ છે.તો તે લોકો માટે ની તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એટલે કે કરીયાણું છે.છાશ.દુધ વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવટુ ભાવ વેચાણ લોકડાઉન લગાવેલ છે ત્યાંસુધી કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓના ઉંચા ભાવે વેચાણ કરવામાં ના આવે તેવુ સરકાર શ્રી તરફથી જણાવવામાં આવ્યું છે.

તો માંડવી તાલુકાના બિદડા ગામમાં શાકભાજી વાળાની મનમાની કરી ને મન ફાવે તેમ શાકભાજી ના ભાવ લગાવી ને વેચાણ કરી રહ્યાં છે.શાકભાજી નું વેચાણ  બસસ્ટેશન ઉપર ઉભેલા રેંકડી વાળા તેમજ હાથ લારી થી કે રિક્ષા થી ફેરી કરતાં શાકભાજી વાળા પાસે લીલા મરચાં એક કીલો ના.ભાવ ૮૦.રૂપિયા અને ટમેટા ૨૫.રૂપિયા કીલો.તેમજ અન્ય શાકભાજી ના ભાવ કીલો દીઠ ના ૬૦.રૂપિયા થી ઉપર લગાવીને વેચાણ કરે છે.

કચ્છના તમામ ગામોમાં કે શહેરમાં માં શાકભાજી ના ભાવ નોર્મલ ભાવથી વેચાણ કરવામાં આવે છે.તો  બિદડા ગામમાં શાકભાજી ના ભાવ માં જમીન આસમાન નુ ફેરફાર ધરાવે છે.તો બિદડા ગામમાં શાકભાજી ના ભાવ વધારો કેમ છે.તેમની તપાસ કરી ને આવાં લોકો સામે સરકાર તરફથી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે.તેવી ગ્રાહકો જણાવી રહ્યા છે.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..