Back

જૂનાગઢ એસપી ઓફિસમાં ફરજ બજાવતા કન્ટ્રોલ ઇન્ચાર્જ એ.એસ.આઇ.ની અનેરી સેવા..

જૂનાગઢ : એસપી ઓફિસમાં ફરજ બજાવતા કન્ટ્રોલ ઇન્ચાર્જ શ્રી એ.એસ.આઇ. નારણભાઈ સાદુરભાઈ બકોત્રાની અનેરી સેવા.. 

આજે આખા વિશ્વમાં કોરોના વાયરસ ઉદભવેલી ગંભીર બીમારીએ અજગર ભરડો લીધો છે. 

ત્યારે એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ, મંડળો અને લોકો દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. 

જેમાં જૂનાગઢના એસ.પી. ઓફિસમાં ફરજ બજાવતા કન્ટ્રોલ ઇન્ચાર્જ એ.એસ.આઇ. શ્રી બકોત્રા સાહેબ દ્વારા જે પોલીસ કર્મચારીઓ આવી મહામારી બીમારી સંદર્ભે લોક ડાઉનમાં દિવસ રાત જોયા વગર બંદોબસ્તમાં રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે. 

ત્યારે તે પોલીસકર્મીઓને તેમના સ્વરક્ષણ માટે મોઢે બાંધવા ૫૦૦૦ ( પાંચ હજાર ) માસ્ક નિ:શુલ્ક પણે વિતરણ કરવામા આવેલ હતા. 

તેમની આ કામગીરીથી કર્મચારીઓમાં પણ એક અલગ પ્રકારની સહાય મળવા બદલ તેમનો કર્મચારીઓ દ્વારા ખુબ ખુબ આભાર માનવામાં આવેલ હતો.


રિપોર્ટર : ભરત બોરીચા.... જૂનાગઢ

Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..