Back

વેરાવળમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો...

 : ગીર સોમનાથ                                                                          

 તારીખ .29/03/2020 05:15 PM 


ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનો બીજો કેસ પોઝીટીવ 



ગીર-સોમનાથ તા. -૨૯, ગઇ કાલે ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળમાં એક દર્દીનો કોરોના પોઝીટીવ રીર્પોર્ટ આવેલ હતો. જેના ભાગરૂપે તેમના સંપર્ક માં આવેલ કુલ ૫૬ વ્યક્તિની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી અને ઘરના પાંચ સભ્યોને આઇસોલેશનમાં દાખલ કરવામાં આવેલ છે. તેમાંથી ચારના રીપોર્ટ નેગેટીવ અને તેમના પત્નિનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેમના સંપર્કમાં આવેલ કુલ ૯ લોકોને ફેસેલીટી કોરોન્ટાઇન, લીલાવતી અતિથિગૃહ ખાતે નિરિક્ષણમાં રાખવામાં આવેલ છે. બાકીના ૪૨ લોકોને હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. 

ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં આરોગ્યની ૨૯ ટીમો દ્ગારા ડોર ટુ ડોર ૨૨૮૮ ઘરોના ૧૦૭૩૪ વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરવામાં આવી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં પોઝીટીવ કેસ વધવાના કારણે લોકોએ ઘરની બહાર જવાનું ટાળવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર ઃ 

પંકજ સોલંકી 

9574996331