Back

કોરોનાના લીધે ભરૂચ સબજેલના 22 કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા

કોરોના ના સંક્રમણના કારણે કેદીઓ ને પેરોલ પર છોડવાના નિર્ણય ના પગલે ભરૂચ સબજેલ ના 29 પૈકી 22 કેદીઓને પેરોલ પર છોડવામાં આવ્યા હતા જયારે અન્ય સાત ને હવે પછી છોડવામાં આવશે કોરોના વાયરસ ને પ્રકોપને ધ્યાનમાં લઈ જેલો માં સજા કાપી રહેલા કેદીઓ ની ભીડ ઓછી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના પગલે ભરૂચ સબજેલ માં સજા કાપી રહેલા 29 પાકા કામના કેદી પૈકી 22 કેદીઓને 20/04/2020 સુધી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે અન્ય 7 કેદીઓના જામીનદાર આવતા તેઓને હવે પછી મુક્ત કરવામાં આવશે ભરૂચ સબજેલ ખાતે જેલ સુપ્રીટેન્ડન્ટ આઈ.બી.ચૌધરી સહિત અન્ય સ્ટાફ સભ્યો સહિત જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,સેવાયજ્ઞ અને પ્રયાસ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સામાજીક સેવાકીય સંસ્થાઓ દ્વારા પેરોલ પર મુક્ત થયેલ કેદીઓ ને સાંપ્રત સમયને ધ્યાનમાં રાખી કીટ એનાયત કરવામાં આવી હતી કોરોનાના કારણે પેરોલ મલતા કેદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી જેમાં આજીવન કેદ ની સજા ભોગવી રહેલ અને 16 વર્ષ ની સજા કાપનાર કેદી નો પણ સમાવેશ થયો હતો આમ કોરોના એ કેટલાયે પરિવારો ના જીવન છીનવી લીધા છે ત્યારે પેરોલ પર મુક્ત થનારઆ કેદીઓના જીવનમાં થોડા દિવસ માટે પરિવારજનો સાથે દિવસો વિતાવવા ની તક પૂરી પાડી છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..