Back

ભુજમાં લોક ડાઉન નું ઉલ્લંઘન કરતા લોકો સામે પોલીસની લાલઆંખ

કચ્છ : તા.૨૯ માર્ચ ૨૦ 

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરો ચીફ કચ્છ


રિપોર્ટ : ગૌતમ બુચિયા


ભુજમાં લોક ડાઉન નું ઉલ્લંઘન કરતા લોકો સામે પોલીસની લાલઆંખ


લોક ડાઉનનું પાલન ન કરનાર વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી થઈ રહી છે વિડીયો ગ્રાફી કેમેરામાં કેદથયેલ લોકો સામે પોલીસ દ્વારા લેવાશે કડક પગલાં


સમગ્ર દેશને કોરોના વાયરસે બાનમાં લીધું છે ત્યારે સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરી દેવાયું છે તેમજ આ સુચનાનું કડક પાલન કરવા જણાવાયું હોવા છતાં ભુજમાં અમુક વિસ્તારોમાં બિનદાસ્ત બની ખોટી રીતે શહેરમાં લટાર મારવી અને અમુક લોકો સેવાના નામે નીકળી પડતા નજરે ચડ્યા હતા આવા નબીરાઓ સામે પોલીસ તંત્રએ લાલઆંખ કરી છે ત્યારે બે દિવસમાં ૧૫૭ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે તે ઉપરાંત પૂર્વ કચ્છ એસ.પી સૌરભ તોલંબિયા દ્વારા નાગરિકોને ખોટી રીતે કનડગત ન કરવા બાબતે પણ ધ્યાન રાખવા પોલીસને સુચના આપવામાં આવીછે ભુજ શહેરમાં અમુક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રમતા હોવા ઉપરાંત ટોળેટોળા વડીને નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસે કાર્યવાહી કરી લોકોને સમજાવ્યા હતાં છતાં નિયમોને ન અનુસરતા આવા વિસ્તારોપર સતત નજર રાખવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરા ની મદદથી શુટિંગ કરીને કેમેરામાં કેદ થયેલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આવા લોકોએ ખાસ ચેતવાની જરૂર છે અન્યથા જો ડ્રોન કેમેરામાં કેદ થયા તો હવે ખેર નથી પોલીસ હવે આકરા પગલાં ભરીને સરકાર દ્વારા જાહેર કરાયેક કલમ ૧૪૪ નું કડક અમલ કરાશે તે બાબતે સતર્કતા દાખવી અને બિન જરૂરી રીતે ઘરની બહાર ન નીકળીને પરિવારની અને દેશની કાળજી રાખવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે અને એસ.પી દ્વારા જણાવાયું છે કે જો ચારથી વધુ લોકો ક્યાંય બેઠેલા કે ફરતા નજરે ચડે તો +91 6359 625 822 પર પોલીસને જાણ કરવી અને જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસે તેની કામગીરી કડકરીતે ન કરવી પડે તેનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..