Back

મોટાકાપરા ગામમાં કરિયાણાની દુકાનમાં ઉઘાડી લૂંટ કરતા દુકાન દાર ને પોલીસે ઝડપી પાડ્યો

મોટાકાપરા ગામે કરિયાણાની દુકાનમાં ઉઘાડી લૂંટનો વિડીયો થયો વાયરલ..


વિશ્વભરમાં કોરોનાવાયરસને લઈને સરકાર પણ મોટી રાહત પેકેજ તૈયાર કરી રહી છે અને સેવાભાવી લોકો પણ સેવા કરી રહ્યા છે અને બીજી બાજુ ગામડાઓમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીઓ ગ્રાહકોને લૂંટી રહ્યા  છે.

 ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં જિલ્લાના  લાખણી તાલુકાના મોટાકાપરા ગામમાં આવેલ વિશ્વકર્મા કરિયાણા સ્ટોર ચલાવતા રમેશભાઈ પંચાલ ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાનો  વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો. કરિયાણામાં ડબલ ભાવ લઈ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને ગુટકા ઉપર પ્રતિબંધ હોવા છતાં ડબલ ભાવ લઈ ખુલ્લેઆમ ગુટકાઓનું પણ ધૂમ વેચાણ ફરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા પોલીસે રંગે હાથે ઝડપી પાડી  તપાસ કરી   આગળની કાર્યવાહી હાથ ધરી હતી..


બનાસકાંઠા

રિપોર્ટરકમલેશ રાવળ



ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..