Back

કચ્છના રતનાલ ગામે રતલામના આઠ પરિવારોને કચ્છી રાજ્ય મંત્રી વારણભાઈ અહિર દ્વારા અપાયો આશરો

કચ્છ : તા.૨૯ માર્ચ ૨૦

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરો ચીફ કચ્છ


રિપોર્ટ : ગૌતમ બુચિયા


કચ્છના રતનાલ ગામે રતલામના આઠ પરિવારોને કચ્છી રાજ્ય મંત્રી વારણભાઈ અહિર દ્વારા અપાયો આશરો


કચ્છ સહિત સમગ્ર વિશ્વને હચમચાવી દેનારા કાળમુખા કોરોનાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે આ કપરા સમયમાં અનેક રાજ્યમાંથી કચ્છમાં રોજગારી મેળવવા આવેલ મજૂર વર્ગને લોક ડાઉનના કારણે મજૂરી ન મળતાં  પોતાના વતન તરફ  દોટ મૂકી રહ્યાં છે આવોજ એક કિસ્સો અંજાર મતવિસ્તારના ધારાસભ્ય અને કચ્છી રાજ્ય મંત્રી તરીકે લોક ચાહના મેળવનાર વાસણભાઈ આહીર પોતાની રતનાલ ગામની વાડીએ જઇ રહ્યાં ત્યારે ભુજ તાલુકાના કુકમાં પાસેની કંપનીમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા આઠ શ્રમિક પરિવારો પગપાળા વતનની વાટ પકડવા મજબૂર બન્યા હતા આ દ્રશ્ય જોઈ રાજ્ય મંત્રીએ આ શ્રમિક પરિવારની પૂછપરછ કરતા આ રંક પરિવારોએ પોતાની આપવીતી વર્ણવી હતી અને જણાવ્યું કે અમો મધ્યપ્રદેશ રતલામ જિલ્લાના વતની છીએ આ લોક ડાઉન ની ગંભીર સ્થિતિને કારણે અમારી કંપનીના માલિકે ખાધા પીધા વિના અને ટીકીટ ખર્ચ આપ્યા વિનાજ તગેડી મુક્યા છે આ પરિસ્થિતિમાં અમે ભગવાન ભરોસે વતન તરફ પગપાળા વાટ પકડી છે આવી વિકટ પરિસ્થિતિ જોઈ રાજયમંત્રી ગદગદ બન્યાં હતાં અને આ શ્રમિક પરિવારોને લોક ડાઉનની સ્થિતી  જ્યાંસુધી થાળે ન પડે ત્યાં સુધી પોતાની વાડીના રૂમ ખોલી આપી આઠ પરિવારોને રહેવા જમવા સહિતની સુવિધાઓ પુરી કરી આપી હતી આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલ સુચનનું માન સન્માન જાળવીને રાજ્યમંત્રી અહિરે માનવતાનું દાયિત્વ નિભાવ્યું છે ત્યારે મજૂરી કામપર રાખતા આવી કંપની માલીકો આવા કપરા સમયમાં પોતાના મજૂરોને સાચવતા ન હોવાની અને તગેડી મુક્તા હોવાની રાડ વધુ પ્રમાણમાં ઉઠવા પામી છે આ બાબતે આવા માલિકોને પોતાના મજૂરો માટે યોગ્ય સૂચનાઓ તંત્ર તરફથી આપવામાં આવે તેવી પણ લોક ચર્ચા ઉઠવા પામી છે

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..