Back

મોરબીના ફીઝીયોથેરાપિસ્ટે કોરાના કહેર વચ્ચે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબી જલારામ મંદિર દ્વારા ભુખ્યા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા ચાલતા સેવાયજ્ઞમાં યોગદાન આપી તથા દરેક શુભચિંતકો ને કોરોના સામેની લડાઈમાં સહકાર આપવાની શપથ લેવડાવી પોતાનો ૩૯ મો જન્મદિવસ ઉજવ્યો

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી શાંતિ ફીઝીયોથેરાપી ક્લીનીક વાળા ડો.ભાવેશ ભાઈ ઠોરીયા એ પોતાનો ૩૯ મો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. પ્રવર્તમાન સમયમાં  સમગ્ર વિશ્વમાં  કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે મોરબીના ડો. ભાવેશભાઈ ઠોરીયા એ સામાજીક જવાબદારી અદા કરી, પ્રેરણાદાયી પહેલ કરી પોતાનો જન્મદિવસમાં મોરબી જલારામ મંદિર દ્વારા લોકડાઉનના સમયમાં  ભુખ્યા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવા યજ્ઞ ચાલે છે. જેમા દરરોજ ૫૦૦૦થી વધુ ફુડપેકેટ ની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમા ડો. ભાવેશ ભાઈ ઠોરીયા એ પોતાનુ યોગદાન આપી જન્મદિવસની ઉજવણી સાર્થક કરી હતી. તે ઉપરાંત, પોતાના શુભચિંતકો, મિત્રો તેમજ સગા સંબંધીઓ કે જેમને ફોન પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમને કોરોના સામેની લડાઈમાં સહયોગ આપવા, સરકારના આદેશોનુ પાલન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા. તેમની આ પ્રેરક પહેલ બદલ ચોમેરથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..