Back

કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે તીક્ષ્ણ હથિયારનાં ઘા જીંકીને યુવકની નિર્મમ હત્યા

કચ્છ : તા.૨૯ માર્ચ ૨૦

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરો ચીફ કચ્છ

રિપોર્ટ : ગૌતમ બુચિયા


કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે તીક્ષ્ણ હથિયારનાં ઘા જીંકીને યુવકની નિર્મમ હત્યા


કચ્છ જિલ્લાનાં મુન્દ્રા ખાતે પરપ્રાંતીય યુવકની છરીના ઘા જીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો મુજબ મૃતક કર્મા ગોદા ઉરાવ   ઉ.વર્ષ.૨૨ રહે. લેબર કોલોની, શક્તિ નગર  મુળ રહેવાસી ઝારખંડ મુન્દ્રા ની કંપનીમાં કામ કરી રહ્યો હતો સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામાં કોઈપણ કારણો સર બોલાચાલી થતા કર્મપાલ રામદાસ ભગત રહે.શક્તિ નગર મુન્દ્રા મુળ રહે.ઝારખંડ  ઉશ્કેરાઈને છરીવડે ઉપરાછાપરી ઘા મારીને નિર્મમ હત્યા નિપજાવી નાશી ગયો હતો બનાવની જાણ થતાં લાશને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસે આરોપીને ઝડપીલેવા કાર્યવાહી હાથધરી હતી અને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો આ બનાવ પાછળનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ મૃતક અને આરોપી બન્ને ઝારખંડ ના રહેવાસીઓ છે અને પારિવારિક મનદુઃખ હોવાને કારણે આ નિર્મમ હત્યા કરાઈ હોવાની વિગતો સાંપડી રહી છે ત્યારે આગળની વધુ તપાસ મુન્દ્રા પોલીસ ચલાવી રહી છે

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..