Back

અરવલ્લી : મોડાસામાં ડ્રોનથી ચેકીંગ હાથ ધરાયુ : કારણ વગર બહાર ફરતા 86 ઈસમો દંડાયા....

મોડાસામાં ડ્રોનથી ચેકીંગ હાથ ધરાયું : કારણ વગર બહાર ફરતા 86 ઈસમો દંડાયા


- ખબરદાર જો હવે ઘરે થી બહાર નીકળ્યા છો તો ?


- નગરના દરેક ગીચ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકીંગ હાથ ધરાશે


કોરોના વાઈરસનો પ્રકોપ રાજયથી માંડી વિશ્વમાં વધતો જાય છે.છતાં કેટલાક સમાજના દુશ્મન એવા રખડતા તત્વો ને જાણે  કોઈ ગંભીરતા જ ન હોય એમ વારંવારની વિનંતીઓ  છતાં વટ મારવા બહાર ફરી રહયા છે.ત્યારે આવા તત્વોને ઝેર કરવા મોડાસા નગરમાં તંત્ર દ્વારા ડ્રોનથી ચેકીંગ હાથ ધરાયું હતું.જયારે સમગ્ર જિલ્લામાં 135  વાહનોને ડીટેઈન કરી 180 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની ર્કાયવાહી હાથ ધરાઈ હતી.


રાજયમાં કોરોના વાયરસનો લઈ ગુજરાતમાં 54 કેસ પોઝેટીવ જણાઈ આવ્યા છે.આ વાયરસથી બચવા માત્ર સલામત રીતે ઘરમાં જ રહેવું એકમાત્ર હાથ વગો ઉપાય હોય સરકાર દ્વારા વારંવાર અનુરોધ કરાઈ રહયો છે.છતાં કેટલાક તત્વો અન્ય વ્યક્તિઓ માટે જોખમ ઉભું કરી કારણ વગર રોડ,રસ્તે ફરતા હોવાનું જણાતાં મોટી ચીંતા ઉદભવી રહી છે.ત્યારે આવા તત્વોને નાથવા જિલ્લા પોલીસ દ્વારા  જિલ્લાના મોડાસા સહિત માલપુર,બાયડ,મેઘરજ નગરોના ગીચ વિસ્તારમાં કડક કાર્યવાહીના ભાગરૂપે ડ્રોન ઉડાડી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.જયારે મોડાસા નગરમાં પોલીસની જુદીજુદી ટીમો દ્વારા નગરના માર્ગો ઉપર સાઈરન વગાડી નગરજનોને જરૂરી તકેદારી દાખવવા તાકીદ કરાઈ હતી.ડ્રોનથી ચેકીંગ હાથ ધરી રસ્તે,રોડે ફરતા લોકોની ઓળખ કરી જાહેરનામા ભંગના ગુના બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું હતું.


સૌજન્ય~ વાત્સલ્ય ન્યૂઝ 

પત્રકાર મેહુલ ચૌધરી 

અરવલ્લી 

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..