Back

વાગરા : પોલીસ પ્રશાસનની સખત કાર્યવાહી, લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવ્યુ

વાગરા : પોલીસ પ્રશાસનની સખત કાર્યવાહી, લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવ્યુ



વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ સપ્તાહના લોકડાઉનની જાહેરાતને આજે ત્રણ દિવસ થઈ ચૂક્યા છે. ગુજરાત રાજ્ય હાલ નિર્ણાયક તબક્કામાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 44 કેસ કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે ત્યારે હવે પ્રશાસન કડકરૂખ અપનાવી રહ્યા છે. 


ભરુચ જિલ્લાના વાગરા નગરમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વગર કામે બહાર નીકળી પડતાં લોકોને ઘરમાં જ રહેવાના સૂચન સાથે કડકાઇ પૂર્વક વાહન ચાલકોની પૂછપરછ કરી હતી. નગરમાં પોલીસ જીપ દ્વારા રાઉન્ડ લગાવી બહાર ફરતા લોકોને ઘરોમાં પાછા ધકેલયા હતા. પોલીસના કડક નિયમન બાદ વાગરા નગરમાં સન્નાટો છવાયો હતો તેમજ રસ્તાઓ સૂમસાન ભાસી રહ્યા હતા. ઠેક ઠેકાણે પોલીસનો બંદોબસ્ત ગોઠવી લોકડાઉનના નિયમોનું શિસ્તબદ્ધ પાલન કરાવડાવવામાં આવી રહ્યું છે. કોરોનાની ગંભીર બીમારીનો એકમાત્ર વિકલ્પ સોશિયલ ડિસ્ટન્સ છે જેનું લોકો હજુ સુધી ગંભીરતાથી નથી લઈ રહ્યા ત્યારે પોલીસના સખત વલણથી લોકો હવે ઘરોમાં કેદ થયા છે. લોકો કોરોના સામેની લડાઈમાં ઘરમાં જ રહી પોતાનો સહયોગ આપે તે જરૂરી છે. વાગરા પોલીસની આજની કાર્યવાહી બિરદાવવા લાયક છે. રીપોર્ટર સરફરાજ સોલંકી

વાગરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..