Back

લોકડાઉન : રાજપીપલા ની અદર્શનિવાસી શાળા ખાતે 300 જેટલા મજૂરોની નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવાએ મુલાકાત લીધી તંત્ર ના કામ ની કરી ભરપૂર પ્રશંસા

લોકડાઉન : રાજપીપલા ની અદર્શનિવાસી શાળા ખાતે 300 જેટલા મજૂરોની નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવાએ મુલાકાત લીધી તંત્ર ના કામ ની કરી ભરપૂર પ્રશંસા

રાજપીપલા : જુનેદ ખત્રી

કોરોના વાઇરસ ને લઇ દેશભર માં લોકડાઉન ની સ્થિતિ સર્જાય બાદ મજૂર વર્ગ ઉપર સૌથી વધુ અસર થઈ છે ત્યારે રાજપીપલા ખાતે પણ સુરત તરફથી પગપાળા આવેલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છોટાઉદેપુર સહિતના 300 થી વધુ મજૂરો ને આદર્શ નિવાસી શાળા ખાતે રાખવામાં આવ્યા હતા

નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવાએ અદર્શનિવાસી શાળા ખાતે જઈ વિવિધ રાજ્યો ના મજુરો ની મુલાકાત લીધી હતી આ અંગે તેમની સાથે વાત કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ની કામગીરી ખૂબ સારી છે જિલ્લા કલેકટર મનોજ કોઠારી સાથે વાત કરતા તેઓએ તમામ મજૂરોને પોતાના વતને મોકલવા સુવિધા કરી હોવાની પણ વાત કરી હતી ઉપરાંત નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની કામગીરી પણ ખૂબ પ્રશંસનીય છે તેમ પણ જણાવ્યું હતું

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..