Back

માલપુર ના જીતપુર ગામની સીમ પાસે દારૂ પકડાયો

અહેવાલ 

માલપુર ના જીતપુર ગામની સીમ પાસે દારૂ પકડાયો 

અરવલ્લી જિલ્લામાં જયારે કોરોના વાઇરસ ને અંતર્ગત 144 કલમ ને અનુસંધાને પ્રેટોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આવા સમયે બુટલેગરો પણ દારૂની હેરાફેરી કરતા જોવા મળ્યા છે ત્યારે આ સમયે પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે 

માલપુર તાલુકાના જીતપુર ગામની સીમ પાસે સારથી ત્રણ રસ્તે બાઈક પર લયી જવાતો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરતા બાતમી ને આધારે હીરો કંપની ની સ્પેન્ડર બાઈક નંબર GJ-01-NR-6532 ને તપાસ કરતા ભારતીય બનાવટી વિદેશી દારૂ તથા દેશી મદિરા સાથે કુલ બોટલ નંગ 91 ની સાથે કુલ રક્મ 8150/- નો પ્રોહી મુદ્દામાલ પકડી આરોપી મહેશભાઈ મંગાભાઇ ઉર્ફ  રહે ચીખલી ની ધરપકડ કરી ગુન્હો દાખલ કરી  કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..