Back

વિજાપુર માં રાધે સોસાયટી બેંગ્લોજ ખાતે રહેતા ગાંધીનગર ના ઇસમ ને કોરોના પોઝીટીવ આવતા ઘર ને કોરોન્ટાઇલ કરાયુ તેમની પત્ની આઇસોલેશન માટે લઇ જવાયા

વિજાપુર માં રાધે સોસાયટી બેંગ્લોજ ખાતે રહેતા ગાંધીનગર ના ઇસમ ને કોરોના પોઝિટિવ આવતા ઘર ને કોરોન્ટાઇલ કરાઇ

વિજાપુર તા ૨૮ માર્ચ ૨૦૨૦ શનિવાર

સૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

મહેસાણા જિલ્લાના વિજાપુર નુ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વિજાપુરમાં આવેલા રાધે બંગલોઝમાં અલ્પેશભાઈ વાઘેલા પરિવારની મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જો કે, શિક્ષિકાના પતિને કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા ચાર દિવસ પહેલા ગાંધીનગર થી મળવા આવતા  મેડિક્લ સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તપાસ દરમિયાન આ યુવાનને કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ ઇફેક્ટ જણાતા તેમને ક્વોરેન્ટાઇઝ કરવામાં આવ્યા છે. વિજાપુર ખાતેના રાધે બેંગ્લોજ ના રહેણાંક મકાન અને સોયસાયટી સહિતના વિસ્તારને પણ ક્વોરેન્ટાઇઝ કરવાના પ્રયાસ સાથે પાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત થઈ છે. સાથે જ દર્દીના સમ્પર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ અંગે જીલ્લા કલેક્ટર એચ એ પટેલે નિવેદન કર્યું હતું કે મહેસાણા નો નોંધાયેલ અલ્પેશભાઈ વાઘેલા નો જે પોઝિટિવ કેસ આવેલો છે તે ગાંધીનગર ના કુડાસન નો વતની છે અને તેઓ વડું ના ફાર્મસીસ્ટ ના સંપર્ક આવ્યા બાદ તેવો વિજાપુર ખાતે આવેલ રાધે બેંગ્લોજ સોસાયટી માં રહેતા તેઓ ની પત્ની ને ચાર દીવસ પહેલા મળવા આવ્યા હતા આઈસોલેશન માં રાખ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા વિજાપુર ની આરોગ્ય ની ટીમ દોડતી થઇ હતી શિક્ષિકા ને આઈસોલેશન માટે લઇ જવાયા હતા તેઓ સોસાયટી મા કોને કોને મળ્યા હોવાની તપાસ આરોગ્ય અને પાલીકા ની ટીમે શરૂ કરતાં આખી સોસાયટી કોરોન્ટાઇલ કરવામાં આવી હતી આરોગ્ય અધિકારી સહીત પાલીકા આરોગ્ય વિભાગના દિનેશભાઇ પટેલ પ્રતીક સુખડીયા સહીત ના કર્મચારીઓ દ્વારા સોસાયટી ને સેન્ટીરાઇજ કરી સોસાયટી કોરોન્ટાઇલ કરી હતી જીલ્લા ના અધિકારી એ આપેલ નિવેદન તેઓ ગાંધીનગર ના છે અહી તેઓ ને કોરોન્ટાઇલ કરેલ છે તો પોતાનો રહેણાંક રાધે સોસાયટી ખાતે તેઓ ક્યારે આવતા કેટલા સમય થી અહી રહેતા હતા એ સમય ગાળો માં કોને કોને મળ્યા હતા તેની યોગ્ય તપાસ થાય તેઓ અહી અવર જવર કરતા હતા કે પછી તેઓ ગાંધીનગર જ રહેતા હતા તે પ્રશ્ન ને લઇને તાલુકા વાસીઓ માં ભારે અસ મંજસ માં મુકાયા હતા

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..