Back

પાલનપુર માં વી.એસ.એસ.એમ.સંસ્થા દ્વારા લોકોને ભોજન ની વ્યવસ્થા કરી આપવામાં આવી

બનાસકાંઠા

રિપોર્ટર કમલેશ રાવળ

પાલનપુર માં વી.એસ.એસ.એમ.સંસ્થા દ્વારા  લોકોને ભોજન ની વ્યવસ્થા કરી આપવામાં આવી

કોરોનાવાયરસે સમગ્ર વિશ્વની અંદર હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોના ને કાબુમાં લેવા માટે સરકાર શ્રી દ્વારા સમગ્ર ભારત દેશની અંદર લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે વી.એસ એસ .એમ.સંસ્થા ગરીબ ના લોકો ના વાહ રે આવી. પાલનપુર માં રહેતા મજુર વર્ગ છે કે જે આખો દિવસ મજૂરી કરે ત્યારે તેમને સાંજે જમવા માટે લાવી શકે છે ત્યારે આવા સમયમાં જેમને બહાર નીકળવા મળતું નથી અને પૈસાની આવક નથી જેથી ખાવા-પીવામાં તકલીફ પડી રહી છે ત્યારે પાલનપુર ની અંદર કામ કરતા વી.એસ.એસ.એમ સંસ્થા ના પાલનપુર તાલુકાના  પ્રમુખ લલીતભાઇ રાવળ  કાર્યકર્તા બળવંતભાઈ રાવળ, રાકેશ રાવળ,બલ્લુભાઈ વાદી તેમજ  અકાશભાઈ ત્રિવેદી આ તમામ કાર્યકર્તાઓ દ્વારા ગરીબ લોકો ના ના ઘરે ઘરે ફરીને જમવાનું અપવામામાં આવી રહ્યું છે અને અમુક દયાવાન માણસો દ્વારા યથાશક્તિ પ્રમાણે દાન આપવામાં આવી રહ્યું છે ત્યારે આ ભગીરથ કાર્યની અંદર પાલનપુર ના જાગૃત ધારાસભ્ય મહેશભાઇ પટેલ જેમને  યોગ્ય ફાળો આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને વી.એસ.એસ.એમ સંસ્થા ના  પાલનપુર તાલુકાના પ્રમુખ લલીતભાઇ રાવળે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકડાઉન ની પરિસ્થિતિ જારી રહેશે ત્યાં સુધી અમે સંસ્થા દ્વારા તેમજ યોગ્ય ફાળો એકઠો કરીને  લોકોના ઘર સુધી ભોજન મોકલવા નું કાર્ય ચાલુ રાખીશું....

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..