Back

લોક ડાઉન જાહેર ગરીબ પરિવારોને સહાયરૂપ બનવા વડોદરા ખાતે સેવાભાવી સંસ્થા વ્હારે આવી

લોક ડાઉન જાહેર ગરીબ પરિવારોને સહાયરૂપ બનવા વડોદરા ખાતે સેવાભાવી સંસ્થા વ્હારે આવી ગરીબ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું...

વિઓ :- કોરોના વાયરસનાં પગલે સંપૂર્ણ લોક ડાઉનની જાહેરાત થતાં ગરીબ પરિવારોને મદદરૂપ બનવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સખીદાતાઓએ વ્હારે આવતા ગરીબ પરિવારો માટે સંજીવની સમાન પુરવાર થવા પામી છે. હાલ વિશ્વના અનેક દેશો કોરોના વાયરસનાં પગલે કણસી રહ્યા છે. ત્યારે દિવસો સુધી લોક ડાઉન રહેવાનું હોવાથી ગરીબ પરિવારોની હાલત કફોડી ન બને એ હેતુસર અને તેઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે એ માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ સખીદાતાઓ દ્વારા જીવનજરૂરિયાતની વીજ વસ્તુઓનું  વિતરણ કરાઇ રહ્યું છે. 

જે અંતર્ગત વડોદરા નગરમાં શનિવારના
મોહદીસે આઝમ મિશન અને ન્યૂઝ ટુડે ની ટીમ દ્વારા કીશાન નગર બાગે હસનૈન ડુપલેકસ ખાતે ગરીબો ને અનાજની કિટ્સ નું વિતરણ કર્યું હતું. સમગ્ર આયોજન હાજી સલીમ ભાઇ મનસુરી દ્વારા કરવામા આવ્યું હતુ.જેમા કીશાન નગર ગામ ના સરપંચ ઉમર ભાઇ તથા મીશન ના પ્રમુખ હમીદ ભાઇ નયુઝ ટુડે ના સબ એડીટર કેશઅલી વહોરા સહીત નયુઝ ટુડે ની ટીમ હાજર રહી હતી.આ આયોજન નુ તમામ સચાલન હાજી સલીમ ભાઇ મનસુરી દ્વારા કરવામા આવયુ હતુ...

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..