Back

લોકડાઉન : નર્મદા જિલ્લામાં બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતર વેચવા અપાઈ છૂટ : આ નિયમોનું પાલન કરવું પડશે...

લોકડાઉન : નર્મદા જિલ્લામાં બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતર વેચવા અપાઈ છૂટ : આ નિયમોનું પાલન કરવું પડશે...


રાજપીપલા : જુનેદ ખત્રી

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નર્મદા જિલ્લામાં બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરનો પરવાનો ધરાવતા વેપારીઓને દિવસ દરમિયાન સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૧:૦૦ કલાક સુધી દુકાનનું અડધું શટર રાખી ન્યુનતમ સ્ટાફ સાથે ખેડુતોને હોમ ડીલીવરીની સુવિધા સાથે ઇનપુટનું વેચાણ કરવા છુટ આપવામાં આવે છે. ઇનપુટના વેચાણ દરમિયાન કલમ-૧૪૪ નું ચુસ્તપણે પાલન કરવાનો રહેશે.તથા દુકાન પર કોઇપણ જાતની ભીડ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે, આ નિયમનો ભંગ કરવા બદલ ધી એપેડમીક ડીઝીઝ એક્ટ- ૧૯૮૭ તથા ધી ગુજરાત એપીડમીક ડીઝીઝ (COVID-19) રેગ્યુલેશન એક્ટ ૨૦૨૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની નોંધ લેવા નાયબ ખેતી નિયામકશ્રી(વિ) રાજપીપલા-નર્મદા તરફથી જણાવાયું છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..