Back

નેત્રંગ : મુખ્ય કન્યા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત બની.



રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


નેત્રંગ ગામમાં આવેલ તાલુકાની મુખ્ય કન્યા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા મારી શાળાને પ્લાસ્ટિક ફ્રી પ્લાસ્ટિક મુક્ત બનાવવા નો અભ્યાસ શરૂ કરીને ગાંધીજીની જન્મ જ્યંતી ની ઉજવણી ના ભાગ રૂપે સુંદર કાર્ય કરીને પોતાની શાલને પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા વાલીઓમાં તેમજ બાળકોમાં આણંદ ની લાગણી ફરિવળી છે.


નેત્રંગ ગામ આવેલ તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલ તેમજ સ્ટાફ દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આચાર્ય દ્વારા શાળાની બાળાઓ અને સમજાવવામાં આવ્યું કે પ્લાસ્ટિક થી માનવજીવનને અનેક પ્રકારનું નુકસાન થાય છે. અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.જેના પરિણામે કન્યાઓ શાળામાં આજે કોઈપણ પ્લાસ્ટિકનો કચરો શાળામાં લાવતી નથી. કે શાળામાં બહારના પડીકા કે કચરો મેદાનમાં રહેવા દેતા નથી. જેના પરિણામે આજે શાળા સુંદર બની છે.


ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત શાળામાં નકામી પ્લાસ્ટિક ની બોટલોનો ઉપયોગ કરી સુંદર શણગારીને સુંદર નમૂના બનાવવાની પ્રવૃત્તિ શાળામાં કન્યા દ્વારા હાલમાં દરરોજ કરવામાં આવે છે. જેના પરિણામે આજે શાળામાં પ્લાસ્ટિક બોટલોનું ઇકોકોર્નર અને પ્લાસ્ટિક બોટલોના નમૂના શાળાની શોભામાં વધારો કરી રહ્યા છે. ઉપરાંત દરેક ક્લાસરૂમને પ્લાસ્ટિક બોટલો થી શણગારવાનું કામ કન્યાઓ દ્વારા ધરવામાં આવ્યું છે.


આમ કન્યા શાળા ની બાળાઓ દ્વારા પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવાની રહેલ નાખવામાં આવી છે. અને પોતાની શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવી ને ગૌરવની લાગણી અનુભવે છે.


નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..