Back

શહેરા તાલુકાના લાભી ગામમાં પરિણીતા ની લાશ પાણી ભરેલ કુવામાંથી મળી આવતા ચકચાર મચી

શહેરા


શહેરા  તાલુકાના લાભી ગામમાં પરિણીતા ની  લાશ પાણી ભરેલ  કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી લાશને બહાર કાઢીને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. પોલીસ આ મામલે એડી નોધી ને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે 



શહેરા તાલુકાના લાંભી  ગામ ના કમ્બોપીયા ફળિયામાં રહેતી પરણિતા કૈલાશ બેન કોયાભાઈ ઉર્ફે  માધુ ગુલાબભાઈ પગી ની લાશ ઘરેથી થોડે દૂર આવેલ પાણી ભરેલા કૂવામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બનેલ બનાવની જાણ મરણ જનાર પરિણીતાના પિયર પક્ષ ને થતા તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. સાથે સ્થાનિક પોલીસને પણ ગામના  જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પાણી ભરેલ કુવામાંથી પરિણીતાની લાશ ને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢીને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. બનેલી ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતા. પોલીસ મથક ખાતે મરણ જનાર પરણિતાના પિતા અખમભાઇ રૂમાલ ભાઈ પટેલ એ ફરિયાદ નોંધાવતા પોલીસે એડી નોધી ને વધુ  તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે 35વર્ષીય પરણિતા કૈલાશ એ કયા કારણસર આવું પગલું ભરવું પડ્યું તે દિશામાં પોલીસ તપાસ કરે એવી માંગ પરિણીતાના પિયર પક્ષ માથી  ઉઠી રહી છે.


રિપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..