Back

ડાંગ ની સંતોકબા ધોળકિયા વિધામંદિર માલેગામ શાળા માં માતૃ-પિતૃ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ

ડાંગના જિલ્લા નાં ગિરિમથક સાપુતારા -માંલેગામ ખાતે સંતોકબા ધોળકીયા વિદ્યા મંદિર માં ધોરણ-૧૦ અને ૧૨ નાં વિધ્યાર્થીઓ ની બોર્ડ ની પરિક્ષા નિમીત્તે વિધાય અને માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાતા ભાવ વિભોર દ્રશ્યો સર્જાયાં. સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માંલેગામ ખાતે છેલ્લા ૧૬ વર્ષથી વિધ્યા અને સંસ્કારનું સિચન કરનાર પુજ્ય શ્રી પી.પી.સ્વામી દ્વારા આદિવાસી વિસ્તારનાં વિધ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટેના અગાથ પ્રયાશો હાથ ધરવામાં આવ્યાં છે. આજનાં આ પ્રંસગ શાળાનો મુખ્ય પ્રસંગ તરીકે ગણવામાં આવે છે.

આ પ્રંસગે પુજ્ય શ્રી પી.પી.સ્વામીએ જણાવ્યું હતું કે ૨૦૦૨માં માતૃ-પિતૃ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, ડાંગ જિલ્લામાં કુલ ૩૧૧ ગામડાંઓ આવેલ છે જેમાંથી,૧૪૨ ગામનાં બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. આ પ્રસંગે દરેક વાલી પોતાના બાળકો સામે બેસી જાય છે અને જેરીતે ભગવાનનું પુંજન અર્ચન થાય છે તેમ પ્રાતઃ પક્ષાંલન, પુંજન, આરતી, પ્રણામ પછી માતા પિતા બાળકોને આશિર્વાદ આપે છે.

ભોજન વેળાએ દરેક બાળકો પોતાના માતા પિતાનાં મોઢામાં કોળીયો મુકી ભોજન કરાવે તે ખુબ જ હ્દય સ્પર્શી, ભાવ વિભોર દ્રશ્ય હોય છે. શિક્ષણ સાથે સંસ્કાર આપવા માટેનો આ એક કાર્યક્રમ છે. બાળકો મોટા થઇને માતા પિતા પ્રત્યે તિરસ્કાર ન કરે અને પોતાના માતા પિતા માટે પ્રેમ અને દ્રડતા જાગે તે માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે.

શાળાનાં તમામ સ્ટાફ ગણ આ કાર્યક્રમમાં જોડાયેલા હોય છે. આ પ્રંસગને જો દરેક જગ્યાએ યોજવામાં આવે તો વૃધાશ્રમોનો પ્રશ્ન હલ થઇ શકે છે. વધુમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં વડીલો પ્રત્યે માન સન્માન જળવાયેલ છે જેના કારણે આજ દિન સુધી આ સમાજમાં વૃધ્ધાશ્રમો જોવા મળતાં નથી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડાંગના ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત, હેતલદીદી,આશિષભાઇ અમીન,શ્રી ગાંડાકાકા,દેવજીભાઇ ધોળકીયા,હેમંતભાઇ પટેલ, કરશનભાઇ, ગૌતમભાઇ પટેલ સહીત, શાળાના તમામ સ્ટાફગણ વાલીઓ,અને વિધ્યાર્થી મિત્રો ઉપસ્થીત રહ્યાં હતાં.







આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..